મહેશ ભાજપમાં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય

મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની ચર્ચા મુદ્દે છોટુ વસાવાનું નિવેદન,જુવો વિડિયો 


મહેશ વસાવાના ભાજપ સાથે જોડાવા અંગેની ચાલી રહેલ ચર્ચા વિશે છોટુ વસાવાએ આપ્યું નિવેદન તેમણે કહ્યું કે મહેશ નાસમજ છે. તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે. મને નથી લાગતું કે મહેશ ભાજપમાં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય.


લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે છેલ્લા થોડા સમયથી ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં છે. કેમ કે આ બેઠક પર એક બાદ એક ઉથલપાથલ જોવા મળી રહ્યા છે હમણાં જ થોડા દિવસો પહેલા આ બેઠક પર સારું એવું વર્ચસ્વ ધરાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના નેતા અને સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરતાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. ચર્ચા છે કે તેઓ કાં તો ભાજપમાં જોડાશે, અથવા તો BTP ભાજપને સમર્થન કરશે. ત્યારે આ મામલે BTPના સ્થાપક છોટુ વસાવાએ તેમના પુત્ર વિશે નિવેદન આપ્યું છે. 

આજે માંડવીના ઉશ્કેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ તેમના પુત્ર BJPમાં જોડાવાની ચાલતી ચર્ચા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહેશ નાસમજ છે. તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે. મને નથી લાગતું કે મહેશ ભાજપમાં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય. તેમણે આગળ કહ્યું કે અમે RSSના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય અમે હંમેશા વિરોધ કરીશું. તેમણે કહ્યું કે મહેશ લાલચ હશે અને ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એટલે બીજી પાર્ટીમાં જવાનું વિચારી રહ્યો છે.

તેમણે આગળ કહ્યું કે દેશમાં બનાવતી ચૂંટણી થાય છે. આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે. આ RSS, ભાજપ, કોંગ્રેસ બધા ભેગા મળી સમસ્યા ઉભી કરી છે. તેમણે પૂછવામાં આવ્યું કે આવનાર લોકસભાની ચૂંટણીમાં તેમનું શું વલણ હશે તેના જવાબમાં તેમણે કહ્યું કે અમે નવી પાર્ટી બનાવીશું. નવું સંગઠન બનાવીશું અને ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડીશું.






રિપોર્ટર ભરૂચ

ભરત મિસ્ત્રી 

#gujaratniparchhai 



Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ