પ્રાથમિક શાળા સાહોલ ખાતે દાતાશ્રી દ્વારા બાળકોને ટ્રેક શૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દાતાશ્રી દ્વારા બાળકોને ટ્રેક શૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

 પ્રાથમિક શાળા સાહોલમાં કોસંબા તેમજ સુરત કે.એમ.ચોકસી પરિવારના ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ટ્રેક શૂટ વિતરણ કરવામાં આવ્યું

આ ભગીરથ કાર્યમાં આશી મેડમ, દીપુભાઈ, આશિષભાઈ,ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, તલાટી નિકુલભાઈ પટેલ,એસ. એમ.સી અધ્યક્ષ વનીતાબેન પટેલ, શાળાના શિક્ષક જનકભાઈ પટેલ હાજર રહી બાળકોને વિતરણ કર્યુ હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકી અને સરપંચ નવનીતભાઈ પટેલે દાતાશ્રી કેસરીમલ શાહને પ્રશસ્તિપત્ર તેમજ શાલ - બુકે આપી સન્માનિત કરી મહેમાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.શાળાના બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ