પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફના બિભસઁ ફોટા પાડવાની ફરીયાદ

નેત્રંગ કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફના બિભસઁ ફોટા પાડવાની ફરીયાદ 

કોલેજના સંચાલકો પાસેથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન-વિધાથીઁ પો.સ્ટેશને પહોંચ્યા

કોલેજના સંચાલકો અને વિધાર્થીઓ આમને-સમાને થયા 



ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકની સરકારી કોલેજમાં સહ મહિલા પ્રોફેસર કરમીનો ફોટો પાડ્યો હોય તેવી ઘટનાનો વિવાદ છેલ્લા 42 દિવસથી ચાલતો હોય અને કોલેજ સંચાલકો ઠંડુ પાણી રેડી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો બતાવતા આખરે પ્રોફેસર એ લેખિતમાં માફી માંગી હવે આવું નહીં કરું તેમ લેખિતમાં પત્ર રજૂ કરતા સોશિયલ મીડિયા ઉપર પત્ર થયો છે

નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં ૧ ફ્રેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતાં હતા.જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો.ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરીયાદ કરતાં આચાયઁ જણાવ્યું હતું કે,આ કોલેજનો અંદરનો મામલો છે.કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે,અમે પ્રયત્ન કરીશું.પરંતુ આ બાબતે મહિલા ક્લાકૅ-કારકુને અનેકોવખત રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં થતાં વિવાદ વંટોળે ચડ્યો હતો.કોલેજના વિધાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકુટ થતાં મામલો ગરમાતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.કોલેજના આચાયૉ-પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઇલ ફોન કબ્જે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો.વિવાદને ૪૨ દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં કરતાં તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદભવ્યા છે.આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પો.સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરી છે.

જોકે સમગ્ર મુદ્દો સામે આવતા અને મીડિયાના ચગડોળે ચડતા પ્રોફેસર એ માફી માંગી ગુનો કબુલ્યો હોવાનો પત્ર પણ સામે આવ્યો છે પરંતુ વિદ્યાર્થીઓમાં હજુ પણ આક્રોશ ફાટી નીકળ્યો છે અને આવા પ્રોફેસર સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે 42 દિવસના વિવાદ બાદ સમગ્ર મીડિયાના ચગડો ચડતા આખરે પ્રોફેસર ઘુટણીએ પડ્યા હોય તે માફી પત્ર રજૂ કર્યો હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.



#gujaratniparchhai 

રિપોર્ટર નેત્રંગ

વિજય વસાવા 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ