તણછા ગામે ભરૂચ હોર્સગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું.

આમોદ શહેરના તણછા ગામે ભરૂચ હોર્સગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું.

લેડીઝ ફર્સ્ટ નું સૂત્ર સાબિત કરતું શીતપોર  ગામની શેરૂ સિંધી ની નારી જાતિ  (ધોડી ) પ્રથમ નંબરે આવી.બીજા નંબર પર જંત્રાણ ગામના મોહસીન સરપંચ નો ઘોડો.. જયારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલ ભાઈનો ઘોડો આવેલ હતો.

મળતી માહિતી અનુસાર આમોદ તાલુકાના તનછા ગામે ભરૂચ જિલ્લાના અલગ--અલગ ગામોમાંથી 28 જેટલા ઘોડા-- ઘોડી ઓ દ્વારા દોડ ની હરીફાઈ રાખવામાં આવેલ હતી.


આ દોડ હરીફાઈ ની શરૂઆત આમોદ - જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામી દ્વારા રીબીન કાપી ઝંડી બતાવી દોડ રેસ ખુલ્લી મુકવામાં આવેલ હતી. આ હરીફાઈ નું આયોજન આમોદ શહેરના  સાજીદ રાણા અને તનછા ગામના અંગેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.



આમોદ તાલુકામાં પ્રથમવાર ઘોડા રેસ નું આયોજન રાખવામાં આવેલ હોવાથી મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોક ટોળા ઉમટી પડ્યા હતા.  

હરીફાઈ માં પ્રથમ નંબર પર શીતપોર ગામની નારી જાતિ ધોડી આવતા ઉપસ્થિત લોકા ટોણામા અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો.

રિપોર્ટર ભરૂચ

જાવેદ મલેક

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ