નંદેલાવ પંચાયત ગામની હદમાં રૂ.74.36 લાખના ખર્ચે બે આરસીસીના માર્ગોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

ભરૂચના નંદેલાવ પંચાયત ગામની હદમાં રૂ.74.36 લાખના ખર્ચે બે આરસીસીના માર્ગોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ



ભરૂચ નંદેલાવ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડને જોડતો માર્ગ અને નિલમનગરથી બુસા સોસાયટીને જોડતા બંને માર્ગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ યોજાઈ હતી.જેમાં સરપંચ,તાલુકા પંચાયત સભ્યો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં રાજ્ય સરકારની નોંનપ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડને જોડતો માર્ગ રૂપિયા 37.13 લાખના ખર્ચે સીસી રોડ અને નિલમનગરથી બુસા સોસાયટીને જોડતા સીસી રોડનું રૂપિયા 37.23 લાખના ખર્ચે કુલ રૂ.74.36 લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.જેથી ગતરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિત માં હરનાથ મહાદેવ મંદિર ખાતે રીબીન કાપી બંને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી.




આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ,તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી, ભૂમિકા પટેલ,ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોષી,અનિલ રાણા,માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી,માજી સરપંચ રતિલાલ ચૌહાણ, માજી ઉપ સરપંચ પ્રફુલ્લ પટેલ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.



રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ