છેલ્લા 6 ટમ થી લોકસભામાં ચૂંટાઈને આવતા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આમોદ શહેર ખાતે આવી પહોંચતા આમોદ ચાર રસ્તા ખાતે તેઓના આગમન નો આતિશબાજી સાથે સ્વાગત

આમોદ શહેર ખાતે નવનિર્મિત થયેલ નેશનલ હાઇવે નંબર ૬૪ નુ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા લોકાર્પણ કરાયુ.     

છેલ્લા 6 ટમ થી લોકસભામાં ચૂંટાઈને આવતા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આમોદ શહેર ખાતે આવી પહોંચતા આમોદ ચાર રસ્તા ખાતે તેઓના આગમન નો આતિશબાજી સાથે સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ આમોદ શહેરના મેઈન બજાર થઈ આમોદ બગાસિયા ચોળા ખાતે આવેલ પ્રાચીન ગણપતિ મંદિરે પહોંચી દર્શન કરી આગામી આવતા લોકસભાની ચૂંટણીમાં પોતે ઉમેદવાર હોવાથી આમોદ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો સાથે બહુચરાજી માતાના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં શહીદી થયેલ લવઘણ વસાવા ના સ્મારકને ફૂલ ચઢાવી બહુચરાજી માતાના મંદિરમા દર્શન કરી મંદિર ના પટાગન મા આમોદ શહેર અને તાલુકાના ભા. જ. પ. હોદ્દેદારો સાથે ચર્ચા કરી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો ને ધ્યાને આપી ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી હું બહુમતી મતો થી ચૂંટાઈ આવું એમ જણાવેલ હતું.   

જ્યારે આમોદ -- જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી એ જણાવેલ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી ૧ લાખ થી પણ વધુ મત ની લીડ કાઢીસુ અને મનસુખભાઈ વસાવા ની 5 લાખ ૫૫ હજાર ૫૫૫ થી પણ વધુ મતો થી જીત થશે એમ જણાવેલ

જ્યારે આમોદ શહેરના કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આમોદ શહેરમાં થતા તળાવ બ્યુટીફિકેશન ની કામગીરી એસ્ટીમેન્ટસી વિરૂધ્ધ ચાલતી હોવાની રજૂઆત કરતા મનસુખભાઈ વસાવા એ તાત્કાલિક ચીફ ઓફિસરને ટેલીફોન દ્વારા જાણ કરેલ કે તળાવની કામગીરી એસ્ટીમેન્ટ પ્રમાણે થવી જોઈએ એમ જણાવેલ હતું.



#gujaratniparchhai 

રિપોર્ટર આમોદ

જાવેદ મલેક 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ