SRF કંપની ના કમૅચારીઓ ને જોલવા નજીક ઉભેલી ટ્રક પાછળ ખાનગી બસ ભટકાતાં અકસ્માત, 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

SRF કંપની ના કમૅચારીઓ ને જોલવા નજીક ઉભેલી ટ્રક પાછળ ખાનગી બસ ભટકાતાં અકસ્માત, 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલઅકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધારે લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં.

તેના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે. આજરોજ ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી. તે દરમિયાન બસ જોલવા ગામ નજીક પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધુ કર્મચારીઓને ઇજાઓ પહોચતા 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં આસપાસથી પસાર થતા લોકો પણ મદદે દોડી આવ્યા હતાં. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલઅકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધારે લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ