ઝઘડીયામાં વળાંક લેતી કાર પર અન્ય કાર ચડી ગઇ, શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના CCTVમાં કેદ

ઝઘડીયામાં વળાંક લેતી કાર પર અન્ય કાર ચડી ગઇ, શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના CCTVમાં કેદ

https://youtu.be/wrKFvtteX98?si=ibnR7JgOj59u5XVD

રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યા છે. એમ એમ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જોકે, કેટલાક અકસ્માતમાં 'રામ રાખે એને કોણ ચાખે'ની કહેવત મુજબ ખરોચ પણ આવતી નથી. આવો જ બનાવ સામે આવ્યો છે ઝઘડીયા થી જ્યાં ઝઘડીયાથી રાજપારડી તરફ જતા માર્ગ પરથી એક કારનો ચાલક વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સીધા રોડ પર આવતી અન્ય કાર ધડકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.



ઝઘડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગ પર સોમવારેના સમયે થયેલા અકસ્માતનો વિડિયો સામે આવ્યો છે.જેમાં ઝઘડીયા અને રાજપારડી વચ્ચે માર્ગ પરથી એક કાર રસ્તો ઓળંગી રહી હતી.આ સમયે પૂરપાટ ઝડપે આવેલા અન્ય કાર ચાલકે બીજી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરતું કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.





રિપોર્ટર ભરૂચ

મનીષ કંસારા

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ