અંકલેશ્વર સ્તિથ જે. બી કેમિકલ્સ ૨૫ લાખ અને ડાઈસ્ટાર ઈન્ડિયા લિમીટેડ દ્વારા ૫.૭૪ લાખ નું અનુદાન કરવામાં આવ્યું.

અંકલેશ્વર સ્તિથ જે. બી કેમિકલ્સ ૨૫ લાખ અને ડાઈસ્ટાર ઈન્ડિયા લિમીટેડ દ્વારા ૫.૭૪ લાખ નું અનુદાન કરવામાં આવ્યું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ દ્વારા રૂપિયા ૨૫ લાખ અને ડાઈસ્ટાર ઈન્ડિયા લિમિટેડ દ્વારા રૂપિયા ૫.૭૪ લાખનું અનુદાન આપવામાં આવ્યું. 



શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયલટી હોસ્પીટલ ૧૯૮૩ થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે, ૨૦૨૨ માં જે.બી મોદી કેન્સર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી ૨૨૦૦ થી વધારે દર્દીઓની સારવાર થઈ ચૂકેલ છે. આ અનુદાન સેવાભાવિ રૂપે આપવામાં આવેલ છે, જેથી એવા જરૂરિયાતમંદ દર્દીઓ જે આર્થિક સમસ્યાને કારણે બીમારી સામે હારી જાય છે, તેવા દર્દીઓને આર્થિક રૂપે સહાય આપી તેમની હિંમત વધારવી અને તેઓ નવા સ્વરૂપમાં આવી નવા જીવનની શરૂઆત કરે તેવા સેવાભાવથી આ રૂપિયાનું અનુદાન કરવામાં આવેલ છે. આજ સેવા ભાવે આખા વર્ષ દરમિયાન જે.બી કેમિકલ્સ દ્રારા ૧.૨૫ કરોડનું અનુદાન કરવામાં આવી ચૂકેલ છે. ડાઈસ્ટાર ઈન્ડિયા લિમિટેડ દ્વારા રૂપિયા ૫.૭૪ લાખ નું અનુદાન દાઈબેટિક ફૂટ મશીન માટે આપવામાં આવેલ છે.


શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયલટી હોસ્પીટલ વતી મી. કમલેશ ઉદાની ( ટ્રસ્ટીશ્રી), ડો. નીનાદ ઝાલા (જનરલ મેનેજર, એ.આઇ. ડી. એસ) ડો. આત્મી દેલીવલા (ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ) દ્વારા જે.બી કેમિકલ્સમાંથી મી. નિખિલ ચોપરા (ડાયરેક્ટર, સી. ઇ. ઓ), મી. ભરત ધાનાણી (સાઇટ હેડ), મી ભરતસિંહ સોલંકી ( એચ. આર હેડ), ડાઈસ્ટારમાંથી મી. સંજય બોરસે ( સાઇટ હેડ) અને મી. રાજેશ પટેલ ( એચ. આર હેડ,) નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

9574080141

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ