ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન ની બહાર રાહુલ ગાંધીના પૂતળાનો દહન કરી વડાપ્રધાનની જ્ઞાતિ વિશે કરાયેલ નિમ્નકક્ષાની ટિપ્પણી ભારે વિરોધ પ્રદર્શન કરાયું

ભરૂચ જિલ્લા ભાજપે રાહુલ ગાંધીનું પૂતળું ફૂંકી બોલાવ્યો હુરિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અંગે નિમ્નકક્ષાના નિવેદનને વખોડી કઢાયું

રાહુલ ગાંધુ જ્યાં પણ આવશે ત્યાં કાળા વાવટા ફરકાવી નોંધવાશે વિરોધ : મારૂતિસિંહ અટોદરિયા

રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિમાંથી આવે છે તે એમને ખબર નથી : ભાજપ પ્રમુખ

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન બહાર રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વડાપ્રધાનની જ્ઞાતિ વિશે કરેલી નિમ્નકક્ષાની ટિપ્પણી બદલ ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અંગે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા આપત્તીજનક ભાષાના ઉલ્લેખ મામલે દેશ ભરમાં વિરોધના વંટોળ ઉભા થયા છે. 

ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચમાં રેલવે સ્ટેશન બહાર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ સાથે ઉગ્ર દેખાવો કરાયા છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી તેવો વિવાદાસ્પદ દાવો કર્યો હતો. જેને લઇને સમગ્ર દેશમાં ભાજપ સાથે વડાપ્રધાનના ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી છે.

ભરૂચ જિલ્લા ભાજપે સ્ટેશન બહાર રાહુલ ગાંધી હાય હાય, સોનિયા ગાંધી અને કોંગ્રેસનો હરિયો બોલાવી ભારે સુત્રોચ્ચારો કર્યા હતા. દેશના સન્માનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રના જ્ઞાતિ વિશે નિમ્નકક્ષાના નિવેદન બદલ રાહુલ ગાંધીનું પૂતળું ફૂંકી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ રાહુલ ગાંધીના નિમ્નકક્ષાના નિવેદનને સખત શબ્દોમા વખોડી કાઢ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જેને પોતાની જ્ઞાતિનું ભાન નથી, કઈ જ્ઞાતિમાંથી આવે છે તે પોતાને ખબર નથી. એ રાહુલ ગાંધીનો ભરૂચ જિલ્લા ભાજપ સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે. વધુમાં મારૂતિસિંહ અટોદરિયાએ હવે રાહુલ ગાંધી જ્યાં પણ આવશે ત્યાં કાળા વાવટાથી વિરોધ નોંધાવવાનું એલાન કર્યું છે.


વિરોધ પ્રદર્શનમાં ભાજપ મહામંત્રીઓ નિરલ પટેલ ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, અનિલ રાણા, બક્ષીપંચ મોરચાના હોદેદારો સહિતના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ