ઇલેક્ટ્રિક મોપેડમાં ચાલુ ગારી એ એકાએક આગ લાગી જતા અફરાતફરી મચી જવા પામી

રસ્તે ચાલતા EVમાં આગ લાગતા અફરાતફરી, ચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ,જુવો વિડિયો 



ભરૂચના જે.બી મોદીપાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં આચનક આગ લાગતા તેણે મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતા પૂર્વક રોડની બાજુએ જતો રહ્યો હતો.આ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ પણ દોડી આવી અગ પર કાબુ મેળવ્યો હતો.

ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે.ત્યારે ભરૂચના જે.બી.મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ભરૂચ નારાયણ નગર સોસાયટીમાં રહેતા 15 વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મૉપેડ લઈને પાંજરાપોળ નજીક કચરો નાખવા આવ્યો હતો.તે કચરો નાખીને પરત આવી રહ્યો હતો ત્યારે તેની મોપેડમાં અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયો હતો.

આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવા ગાડી મૂકીને સામે રોડે સુરક્ષિત જગ્યાએ જતો રહ્યા હતો.આ ઘટના ના પગલે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતું. આ ઘટનામાં આખે આખું ઇલેક્ટ્રીક સ્કૂટર આગમાં બળીને ભસ્મિભૂત થયું હતું.




રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ