અંકલેશ્વરના કોસમડી ગામના તલાટી કિર્તિ દેસાઈએ બુદ્ધિ પ્રદર્શનમાં મેળવી લીધી કિર્તિ... ઠોકો તાલી... અરજીના જવાબમાં ભળતી વ્યક્તિને આપી દીધો માહિતીનો જવાબ

અંકલેશ્વરના કોસમડી ગામના તલાટી કિર્તિ દેસાઈએ બુદ્ધિ પ્રદર્શનમાં મેળવી લીધી કિર્તિ... ઠોકો તાલી... અરજીના જવાબમાં ભળતી વ્યક્તિને આપી દીધો માહિતીનો જવાબ

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તલાટી ક્રમ મંત્રી માહિતી અધિકાર અધિનિયમની અરજીનો નિકાલ કરવામાં અરજદારને ભળતા જ વ્યક્તિના નામે જવાબ મોકલી બુધ્ધિનું પ્રદર્શન કરી નાંખ્યું છે. આ મહાશય કામમાં વ્યસ્ત હશે કે ઉપરની આવકમાં મસ્ત હશે તે તપાસનો વિષય છે. જે-તે અરજદારને જવાબ આપવાનો હોય તેના બદલે અન્ય ભળતી જ વ્યક્તિના નામે માહિતીનો જવાબ આપી દીધો ! અગર આ મહાશયે બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું હોય તો તંત્રમાં આવા માણસો કામ કરે તે હાસ્યાસ્પદ છે, જો આ મહાશય'વિકાસ'ના કામમાં વ્યસ્ત હોવાને કારણે જવાબો આપવામાં લોચા મારે છે તો તે પણ એસીબી માટે તો ખાસ તપાસનો વિષય બને છે કે એવા તો કોના અને કેવા વિકાસમાં વ્યસ્ત છે કે એક ગામના તલાટી છબરડા કરવા માંડે ?


જાણવા મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તલાટી કમ મંત્રી કિર્તિ દેસાઈએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એક અરજદારને સમય મર્યાદામાં માહિતીની અરજીનો જવાબ કરવામાં અન્ય કોઈ અરજદારના નામે બારોબાર પત્ર લખી દઈ રૂબરૂ દફતરી નિરીક્ષણ માટે બોલાવી દીધા હતા. પરંતુ તેઓએ પોતાની સુઝ-બુઝ ગુમાવી દઈ બુદ્ધિનું પ્રદર્શન કરેલ હોવાનું જવાબ પરથી લાગી રહ્યું છે. ફરજ પરત્વે અને પંચાયત દફતરે બેદરકાર અને લાપરવાહ રહેતા તલાટી કમ મંત્રીઓ સામે નાયબ જીલ્લા વિકાસ અધિકારીઓ સામે કાયદાની ચાબુક ઉગામી છે.

અંકલેશ્વરના કોસમડીના તલાટી કિર્તિ દેસાઈ પણ તલાટી મંડળમાં મહત્વનો રાજ્ય પ્રતિનિધિ તરીકેનો હોદ્દો ધરાવે છે. અને સ્પેશીયલ મતાધિકારનો પાવર પણ ધરાવે છે. તેઓએ આર. ટી.આઈ.ના જવાબમાં બેદરકારી દાખવેલ હોય જે કામમાં વ્યસ્ત હોવાથી જવાબોમાં લોચા મારતા હોય તો તે પણ અધિકારીઓ માટે ખાસ તપાસનો વિષય બન્યો બદલ પણ નિયમ મુજબ અરજદાર અપીલદાખલ કરે તેવી શક્યતા ઉભી થઈ છે. પરંતુ કોસમડી ગામ પંચાયતમાં થતા તમામ પ્રકારના વહીવટ બાબતે જીલ્લા વિકાસ અધિકારીએ પણ અંગત રસ લઈ અચાનક દફતર નિરિક્ષણ કરે તો અનેક ભોપાળા બહાર આવી શકે તેવી શક્યતા પ્રબળ બની છે. ખેર ! જે હોય તે... પરંતુ આગામી સમયમાં અરજદારને માહિતી પુરી મળ્યે તમામ સત્ય હકીકત પ્રજા સમક્ષ આવવાની છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ