આમોદ ની ચામડીયા હાઈસ્કૂલના મેદાન મા આવેલ જર્જરીત થયેલ રંગ ઉપવન ભવન ની દીવાલ ઢસડી પડતા એક વ્યક્તિ ને ઈજા પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો હતો

આમોદ ની ચામડીયા હાઈસ્કૂલના મેદાન મા આવેલ જર્જરીત થયેલ રંગ ઉપવન ભવન  ની દીવાલ ઢસડી પડતા  એક  વ્યક્તિ ને ઈજા પહોંચતા  ખળભળાટ મચી જવા પામ્યો હતો 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર  આમોદ ની ચામડીયા હાઈસ્કૂલના  ની લગોલગ બાજુમાં આવેલ વર્ષો થી  ખંડેર બનેલ  રંગ ઉપવન ભવન   ની  દીવાલ તૂટી પડતાં  નજીક મા  ઉભેલા દશરથ માછી નામના વ્યક્તિ ને માથા ના ભાગે તેમજ હાથ ના ભાગે ગંભીર ઇજા પહોંચતા આમોદ ની  રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા  જયારે  આ બનાવ સદનસીબે રવિવારે  સાંજ ના સમયે  બન્યો હતો  જો  ચાલુ  શાળા  દરમિયાન  રીશેષ  વેરા  આબનાવ  બન્યો હોત  વધુ એક હોનારત  ને આમંત્રણ આપ્યું હોત  તેવી  ગામ લોકો એ આ મુદ્દે તરેહ તરેહ ની ચર્ચા નો વિષય બનાવ્યો હતો.



 આ મુદ્દે  આમોદ ચામડીયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ  વિષ્ણુ ભાઈ આઇ ગઢવી એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે  અમે ચામડીયા હાઈસ્કૂલના ની બાજુમાં આવેલ આ ખંડેર  તેમજ  જર્જરિત બનેલ  રંગ ઉપવન ભવન  ની  મોટી મોટી દીવાલો  ઉતારી લેવા અંગે  આમોદ મામલતદાર  શ્રી  ને  તેમજ  આમોદ નગર પાલિકા ને  તથા  આમોદ તાલુકા પંચાયત  મા  પણ  લેખીત  મા તેમજ  મૌખિક  મા  કેટલી વાર રજુઆતો  કરી  છે તેમ છતા  પણ મુંગા બેહરા  અને  અંધ  બનેલ  જાડી ચામડી ધરાવતા અધીકારી ઓ એ હજુ સુધી દીવાલો  ને ઊતાર વા ની કામગીરી  હાથ ધરી ન હતી  જયારે  જર્જરિત રંગ ઉપવન ભવન ની લગોલગ બાજુમાં આવેલ ચામડીયા હાઈસ્કૂલ આવેલ હોય તો આ મુદ્દે અધીકારી ઓ   પણ વેહલી તકે  દીવાલો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગામ લોક મા માંગ ઉઠવા પામી છે  જો  તંત્ર  કામગીરી કરવામાં આળસ  દાખવશે  તો  ચોક્કસ  આવનારા દિવસોમાં કોઈ જાનહાની  ને  આમંત્રણ આપશે  તેવી ગામ લોકો મા દેહશત ફેલાઈ જવા પામી છે.

રિપોર્ટર આમોદ

આમોદ જાવેદ મલેક

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ