ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા યોજાયેલ વિષ્ણુ કલાસીસ–ર૦ર૪માં ભરૂચના ઈરફાન મલેક માસ્ટર કેટેગરીમાં બીજો ક્રમ હાંસલ કર્યો.

ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા યોજાયેલ વિષ્ણુ કલાસીસ–ર૦ર૪માં ભરૂચના ઈરફાન મલેક માસ્ટર કેટેગરીમાં બીજો ક્રમ હાંસલ કર્યો.


ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. 

 વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન તા.૦૪/૦ર/ર૦ર૪ મધ્યવર્તી સ્કુલ ખંડેરાવ માર્કેટ પાસે, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બોડી બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના બોડી બિલ્ડીંર્સ ભાગ લીધો હતો. જેમાં મેન્સ બોડી બિલ્ડીંગ સિનિયર, મેન્સ ફીઝીકસ સિનિયર, મેન્સ કલાસીસ બોડી બિલ્ડીંગ સિનિયર, મેન્સ બોડી બિલ્ડીંગ જુનિયર, મેન્સ ફીઝીકસ જુનિયર, મેન્સ બોડી બિલ્ડીંગ અલગ અલગ રીતે સક્ષમ તેમજ મેન્સ બોડી બિલ્ડીંગ માસ્ટર કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન ચિરાગ પટેલ, જનરલ સેકેટરી દ્ધારા આયોજન કરવામાં આવ્યું હતું. 

જો કે વડોદરા ખાતે યોજાયેલ બોડી બિલ્ડીંગની માસ્ટર કેટેગરીમાં ભરૂચના રેમ્બો જીમના ઈરફાન મલેકે પણ ભાગ લીધો હતો. જે સ્પર્ધાના અંતમાં તેઓને બીજા નંબર પર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 

આ યોજાયેલ બોડી બિલ્ડીંગમાં બીજા ક્રમ હાંસલ કરતા તેઓને એક ટ્રોફી, મેડલ, સર્ટીફીકેટ તેમજ જીમ બેગ અને પાવડરના ડબ્બા સાથે પ્રોત્સાહીત ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ટ્રેનરો તેમજ જિમ ઓગ્રેનાઈઝરોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. સાથે સાથે રેમ્બો જીમના સભ્યોએ પણ તેઓની જીતને આવકારી હતી.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ