શિવરાત્રી મહોત્સવ ની કંબોઈ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

શિવરાત્રી મહોત્સવ ની કંબોઈ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી 

જંબુસર તાલુકાનું કાવી કંબોઈ જ્યાં સ્તંભેશ્વર મહાદેવ બિરાજમાન છે. જે દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામ્યું છે. 

            જે નવ નદીઓના પવિત્ર સંગમ સ્થળે આવેલ છે. 

જ્યાં ભગવાન કાર્તિકે સ્વામીએ તાડકાસુર નો વધ કર્યો હતો, જેનો ઇતિહાસ સ્કંદપુરાણમાં કુમારીકા ખંડમાં વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે.સ્તંભેશ્વર મહાદેવના દર્શન, પૂજન માત્રથી અનેક ઘણુ ફળ મળે છે. કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી અને અમાસના દિવસે દર્શન પૂજનનો અનેરો મહિમા છે. 

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાય છે ચાલુ સાલે પણ તારીખ 2/ 3/ 2024 થી 8 /3/ 2024 સુધી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહરુદ્રી યજ્ઞ, વિવિધ દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરાશે જેનો લાભ લેવા ભારતભરમાંથી શિવ ભક્તો ઉમટી પડવાના છે. તો દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા પધારવા જણાવ્યું છે.

રિપોર્ટર જંબુસર

દેવાંગ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ