આમોદમાં શબનમ સ્પોર્ટ્સ કલબ આયોજિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરી મેચનું આયોજન કરવામાં આવ્યું.

આમોદમાં શબનમ સ્પોર્ટ્સ કલબ આયોજિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરી મેચનું આયોજન કરવામાં આવ્યું.

ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખે ત્રોસ ઉછાળી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો.

આમોદના આછોદ રોડ ઉપર સબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મેહબૂબ કાકુજી તેમજ એમની ટીમ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમોદ નગર સહિત તાલુકાના ક્રિકેટ રસિકો માટે આછોદ રોડ ઉપર સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ ગયો હતો.

આજ રોજ સવારે ૧૧ કલાકે દબદબાભેર થયેલા પ્રારંભ ને જીવંત બનાવવા સ્વ. અહેમદ પટેલ પુત્રી મુમતાજબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, દૂધધારા ડેરીના સાગર પટેલ,આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણા, સલીમ રાણા, આગેવાન મહેશભાઈ શાહ ,કવિ અને લેખક મુસ્તાક પટેલ, તાલુકાના કોંગ્રેસી આગેવાન બચુશેઠ,આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્રગીત ગાયા બાદ ફટાકડા ની ફટાકડા ની આતસબાજી ની સાથે ભરૂચ કિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખે ઇસ્માઇલ મતાદારે ટ્રોસ ઉછાળીને ક્રિકેટની શરૂઆત કરાવી હતી.જેમાં ઓપનિંગ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમે ત્રોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી.અને ટંકારિયાની ટીમે બેટિંગ કરી હતી આ દિલચસ્પ ટુર્નામેન્ટમાં ટંકારીયા ની ટીમે 20 ઓવર માં 124 રન બનાવ્યા હતા ત્યારે બરોડા ની ટીમે 16 ઓવર માં 117રન બનાવી વિજેતા થયેલ.

 આ પ્રસંગે સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તેમજ સાગર પટેલ અને ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડનાં ઉદઘાટન પ્રસંગે આયોજક મહેબુબ કાકૂજી તથા આયોજકોને શુભેચ્છાઓ આપી હતી.અને આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટર રસિકો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છા આપી હતી.

શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પાછલા 30વર્ષ થી રાષ્ટ્રીય ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ નું પણ ભવ્ય આયોજન કરવા માં આવે છે અને રાજ્યભર માંથી વોલીબોલ રસિકો ભાગ લે છે. શબનમ સ્પોર્ટ્સ ક્લબ ના પ્રમુખ મેહમુદ ભાઈ કાકુજી અને એમની ટીમ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટથી ઉપસ્થિત યુવાનો તેમજ વડીલો માં ઉત્સાહ ની સાથે -સાથે આમોદ નગર તેમજ તાલુકા ના સર્વધર્મ ના લોકો વચ્ચે આત્મીયતા ના ચોક્કસ પણે દર્શન જોવા મળ્યા.

રિપોર્ટર આમોદ

અકબર બેલીમ

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ