મુહમ્મદ તૌસીફ નેકી - ભરૂચ વેલ્ફર સ્કૂલ તથા ભરૂચ જિલ્લા નું ગૌરવ વધાવ્યું
મુહમ્મદ તૌસીફ નેકી - ભરૂચ વેલ્ફર સ્કૂલ તથા ભરૂચ જિલ્લા નું ગૌરવ વધાવ્યું
રાષ્ટ્રીય કક્ષાનો કરાટે ચેમ્પિયનશિપ અને ગુજરાત ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ
નિહોન શોટોકન કરાટે એસોસિએશન કે જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન અને કરાટે ડો. ફેડરેશન - ગુજરાત દ્વારા પ્રમાણિત છે. આ વર્ષ દરમિયાન તેરમું રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ તારીખ 26 જાન્યુઆરી 2024 થી 28 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાત રાજ્યમાં આણંદ ખાતે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉપરાંત જિલ્લા સ્તર એ તપોવન કૉલેજ, ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ કરાટે અંદર-૧૪માં પણ મુહમ્મદ તૌસીફ નેકી એ બીજો ક્રમાંક મેળવીને ભરૂચ વેલ્ફર સ્કૂલ તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુહમ્મદ તૌસીફ નેકીના પિતા પણ રમત-ગમત ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ છે તેમજ તેઓએ શૂટિંગમાં પણ ઘણા મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ હતું.
મુહમ્મદ તૌસીફ નેકી આ મેળવેલ સિદ્ધિ નો શ્રેય સૃષ્ટિના સર્જન કરનાર પછી પોતાના જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર માતા - પિતા અને સફળતાઓ માટે સક્ષમ બનાવનાર ભરૂચ વેલ્ફર સ્કૂલ ને આપે છે.
Comments
Post a Comment