ભરૂચ જીલ્લા તલાટી મંડળના પ્રમુખે તલાટીની ફરજ દરમિયાન કરેલ અનેક બેદ૨કા૨ી, લા૫૨વાહી સામે આવી

ભરૂચ જીલ્લા તલાટી મંડળના પ્રમુખે તલાટીની ફરજ દરમિયાન કરેલ અનેક બેદ૨કા૨ી, લા૫૨વાહી સામે આવી

આમોદ તાલુકાના ઈખર ગામના તલાટી જ્યોર્જ મેકવાન સસ્પેન્ડ


ભરૂચ જીલ્લા પંચાયત કચેરીના નાયબ જીલ્લા વિકાસ અધિકારી લબાડ અને લાપરવાહ તલાટીઓ સામે કાયદનો કોરડો વિઝી રહ્યા છે. જેમાં ભરૂચ તાલુકા તલાટી મંડળના બની બેઠેલા પ્રમુખ ઉમેશ પટેલને પણ નોટીસ આપી હતી. તેમજ ભરૂચ જીલ્લા તલાટી મંડળના જનરલ સેક્રેટરી વાલસીંગ ચારેલની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ હતી. અને તાજેતરમાં જ ભરૂચ જીલ્લા તલાટી મંડળના જીલ્લા પ્રમુખ અને ઈખર ગામમાં તલાટી તરીકેની હોદ્દા પર બિરાજમાન હોવાનો દમ મારતા જ્યોર્જ વી. મેકવાનને નોટીસ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેમજ અનેક તલાટીઓ સામે નાયબ ડી.ડી.ઓ.ની ચાબુકના ચાબખા વાગી રહ્યા છે. જેની ચમકારો અન્ય નઠારા તલાટીઓને પણ અનુભવાઈ રહ્યો છે. 

જાણવા મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના કંથારીયા ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીની બદલી આમોદ તાલુકાના ઈખર ગામ ખાતે કરવામાં આવેલ હતી. પોતાની તલાટી તથા જાહેર સેવકની નોકરી દરમિયાન કરજમાં અનેક બેદરકારી, નિષ્ક્રીયતા, શિથીલતા અને ગફલત વર્તવાને કારણે સસ્પેન્શનનો કોરડો વિઝાયો છે. જ્યોર્જ વી. મેકવાન ઈખર સેજાની ફરજ દરમિયાન મનરેગા યોજનાના કામોના મસ્ટરમાં સહી ન કરવા બાબતે તલાટી કમ મંત્રીના યુનિયનનો આદેશ હોય આમોદ તાલુકાના કોઈપણ તલાટી ક્રમ મંત્રી મનરેગા યોજનાના કામોમાં સહી કરશે નહીં અને તેવું વ્હોટ્સ અપ ગૃપ દ્વારા તલાટીઓનું અલગ ગૃપ બનાવેલ અને તેમાં જ્યોર્જ મેકવાને મનરેગા યોજનાના કામોના મસ્ટરમાં સહી ન કરવા માટે મેસેજ કરેલ તેમજ મસ્ટરમાં સહી ન કરવા પ્રોત્સાહન આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હતા અને નાહિયેર ગામના તલાટી રાહુલ તડવી દ્વારા શરૂઆતમાં મસ્ટરમાં સહી ન કરવા જણાવાયું હતું. તેમ પણ ઓર્ડરમાં નોંધ છે.

ઈખર ગામે હાજર થયા ત્યારથી પોતાની મંજૂર રજાના દિવસી છોડીને ગ્રામ પંચાયત ઈખરમાં હાજર રહેતા ન હતા. વારંવાર ગેરહાજર રહેવાથી વિકાસના કામો તેમજ ગ્રામ પંચાયતમાં આવતા તમામ પ્રમારના વૈરાઓની વસૂલાત પણ થતી ન હતી. સરપંચ તથા ઉપ સરપંચને પણ સંતોષકારક જવાબ આપતા ન હતા. વર્તમાનમાં સરકારની યોજનાના ઠરાવો પણ તાલુકા પંચાયત કચેરીમાં મોકલ્યા ન હતા. આમ બેદરકારીના લીધે ગ્રામ પંચાયતના તમામ કામોમાં અડચણ ઊભી થાય છે. ગ્રામ પંચાયતમાં હાજર થયા ત્યારથી માત્ર ત્રણથી ચાર દિવસ પણ સળંગ માંડ-માંડ આવ્યા હશે. હાલમાં જે કામો થયા છે તેના પંચક્યાસો અને અન્ય કામોના ઠરાવો પણ તાલુકા પંચાયત કચેરીએ જમા કરાવેલ નહિં. જેના લીધે વિકાસની ગ્રાન્ટ બંધ થઈ ગઈ છે.


હુકમના પેરા નં.૬માં તાલુકા વિકાસ અધિકારી આમોદએ કારણદર્શક નોટીસ પરત્વે અભિપ્રાય રજુ કરેલ કે, જ્યોર્જ મેકવાન દ્વારા રજુ કરેલ ખુલાસામાં નિયામક ડી.આર.ડી.એ ભરૂચ પાસેથી તલાટી ક્રમ મંત્રીની મસ્ટરમાં સહી કરવાપાત્ર થાય છે કે નહી. તેનું લેખિત માર્ગદર્શન મળતા આ બાબતે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ સાથે પરામર્શ કરીને સરકારના મનરેગા એક્ટ બાબતના તારીખ ૨૪-૦૫-૨૦૨૨ના સરકારી ગેજેટ મુજબ નિયમોનુસાર કામગીરી કરવાની સૂચના ભરૂચ જીલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે આપવાની બાંહેધરી આપેલ હતી. પરંતુ સરકારના મનરેગા એક્ટ બાબતના ૨૪-૦૫-૨૦૨૨ના જાહેરનામા મુજબ મનરેગા યોજનાના કામ તલાટીની દેખરેખ હેઠળ કરવાના રહે છે. અને કામ ખરેખર નિયમ મુજબ થયેલ છે તે બાબતે પ્રમાણિત કરવાના રહે છે જેમાં મજુરના મસ્ટર તથા કામના મટીરીયલના તમામ બીલો પ્રમાણિત કરવાના રહે છે. જેમાં કોઈ લેખિતની જરૂરીયાત રહેતી ન હોય, તલાટી જ્યોર્જ મેકવાનનો રજુ કરેલ ખુલાસો સંતોષકારક જણાયેલ નહિં. તે મુજબનો અભિપ્રાય તાલુકા વિકાસ અધિકારી આમોદએ આપેલ હતો.

અન્ય બીજી બાબતમાં ઇખર ગામે નિયમિત હાજર રહે ન કોવાથી રેવન્યુ કામગીરી અને પંચાયતની કામગીરી કરતા ન હોવાથી ગામની કામગીરી ખોરંભે પડેલ છે પ્રાથમિક કામગીરીના ભાગરૂપે બેંક ખાતામાં સહીના નમૂના બદલવાના હોય જે તેઓ દ્વારા બદલવામાં આવેલ ન હતા જેના કારણે ગ્રામ પંચાયતના વર્કરોનો પગાર પણ કરવામાં આવેલ નથી. તેમજ અન્ય કરેલ ખુલાસાઓ તેઓની સેજાપરની ગેરહાજરી તેમજ અન્ય કામગીરીથી વિપરીત હોય જેથી જ્યોર્જ મેકવાનનો જવાબ ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતો ન હતો. ઈખર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા તાલુકા પંચાયત સદસ્ય તેમજ ગામ આગેવાનો દ્વારા આપવામાં આવેલ જવાબ, પંચકયાસ યોગ્ય હોય અને અગાઉ પણ ફરજ પ્રત્યેની ગેરહાજરી તેમજ બેદરકારી બદલ રિપોર્ટ કરવામાં આવેલ અને તેઓ સામે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ રજુઆત કરેલ હતી. રૂબરૂ સ્થળ તપાસના રોજકામ દરમિયાન ગ્રામ પંચાયત ઈખર બંધ હાલતમાં જોવા મળેલ હતી. સરપંચ તથા ડે. સરપંચને રૂબરૂ ગ્રામ પંચાયતમાં બોલાવવામાં આવેલ અને ગ્રામ પંચાયતનું તાળું ખોલવામાં આવેલ અને કચેરીના ટેબલ અસ્તવ્યસ્ત જોવા મળેલ હતા. કચેરીમાં સ્વચ્છતા જોવા મળેલ નહિ. સરપંચ તથા ડે. સરપંચની મૌખિક રજુઆત મુજબ તલાટીએ સરકારી કામ-કાજમાં દખલગીરી કરવા બદલ પોલીસ ફરીયાદ કરવાની ધમકીઓ આપેલ તલાટી સમયસર ગ્રામ પંચાયત પર હાજર ન રહેતા હોવાથી વસૂલાતની કામગીરી ખોરંભે પડેલ તેમજ ગ્રામજનો અને ગ્રામ પંચાયતને લગતી જરૂરી કામકાજમાં મુશ્કેલીઓનો સામનો પુરો થાય છે. છેલ્લા ચાર માસનું વીજ કનેક્શન બીલ પણ ભરાયેલ નથી.

સ્વભંડોળના ખાતાઓમાં સહિના નમૂના આજદિન સુધી બદલવામાં આવલ નથી. ગ્રામ પંચાયતના સફાઈના કર્મચારી, પટાવાળા, ડોટુ-ડોર ટેમ્પા ડ્રાઈવરનો પગાર છેલ્લા બે માસથી કરવામાં આવેલ નથી. અને જે અંગેનું રૂબરૂ સ્થળ તપાસ દરમિયાન રોજકામ કરવમાં આવેલ છે તેવી હુકમમાં નોંધ છે.

રિપોર્ટર

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ