લો બોલો પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો અને તસ્કરોએ હાથફેરો કર્યો, દાગીના અને રોકડ લઇને રફૂચક્કર

લો બોલો પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો અને તસ્કરોએ હાથફેરો કર્યો, દાગીના અને રોકડ લઇને રફૂચક્કર

ભરૂચના ઘોળીકૂઈ ગોલવાડના બહુચરાજી મંદીરની બાજુમાં ત્રણ દિવસથી બહાર ગામ ગયેલા એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા અને સોણના દાગીના મળી 50 થી 60 હજારની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા.આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે તપાસ ચલાવી છે.

ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રીના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.ભરૂચના ઘોળીકૂઈ ગોલવાડના બહુચરાજી મંદીરની બાજુમાં રહેતા જીવન.બી.રાવલ ત્રણ દિવસથી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા.આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.



તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.તેમના બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી 10 થી 15 હજાર રૂપિયા રોકડાં અને સોનાની એક જોડી બુટ્ટી મળીને કુલ રૂ 50 થી 60 હજારની મત્તા પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.જયારે તેઓ લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યા ત્યારે મકનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેઓએ ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગુનો નોંધવાની કવાયત કરી વધુ તપાસ ચલાવી છે.





રિપોર્ટર ભરૂચ

મનીષ કંસારા

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ