પાવન સલિલા માઁ નર્મદાનું રેતી ખનન કરી માફીયાઓ જાહેરમાં વસ્ત્રાહરણ કરી રહ્યા છે.

પાવન સલિલા માઁ નર્મદાનું રેતી ખનન કરી માફીયાઓ જાહેરમાં વસ્ત્રાહરણ કરી રહ્યા છે.


નર્મદા જયંતિની ઉજવણી એકમાત્ર ઉજવવા પૂરતી ઉજવણી અને ફોટોસેશન બની રહ્યું છે.



ભરૂચમાં ધાર્મિકતા પ્રમાણે માઁ નર્મદાજીની જયંતીની નર્મદા કાંઠાના વિસ્તારોના ગામે ગામ ચુંદડી ઓઢાડી માનભેર ઉજવણી કરવામાં આવી પરંતુ જ્યાં નર્મદાના જીવંત પ્રવાહમાંથી બેફામ નિયમોને નેવે મૂકી ખુલ્લે આમ રેતી, માટી,મોરમ માફિયા રેતી ચોરી કરી માઁ નર્મદાનું સરા જાહેર વસ્ત્રાહરણ કરે છે. તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ભરૂચ જિલ્લામાં અર્ચંદ્રચાર્યા વહેતી માઁ નર્મદાના કિનારે ઐતિહાસિક પૌરાણિક માનબિંદુ સમા આવેલા છે એ તીર્થધામોનું અસ્તિત્વ પણ આ રેતી માફિયાઓ અને કહેવાતા દુશાસનો અને દુર્યોધનો એવા રેતી માફિયાઓ ખુલ્લેઆમ માઁ નર્મદાનું ચિરહરણ કરી રહ્યા છે ત્યારે પર્યાવરણ વાદીઓ નર્મદા જયંતીની ઉજવણી કરનારાઓ અને નર્મદા મયા પ્રત્યે પોતાની શ્રદ્ધા, આસ્થા વ્યક્ત કરનારા શ્રદ્ધાવાન વ્યક્તિઓ, ધર્મભિરુઓ અને સામાજિક સગંઠનો પોતપોતાની રીતે હવે નર્મદા બચાવો અભિયાનમાં સક્રિય બને એ એમની માઁ નર્મદા પ્રત્યેની નિષ્ઠા અને આસ્થાનો વિષય બની રહે છે.

નર્મદાના ઉત્તર અને દક્ષિણ તેમજ ઉભય તટ એટલે કે કબીરવડ જેવા નદીની વચ્ચે દ્વીપ સમાન કબીરજીના નામે જેની યશોગાથા પુરાણોમાં અંકિત છે અને અંગારેશ્વર, શુક્લતીર્થ, કબીરવડ, મંગલેશ્વર એક પ્રવાસન ધાર્મિકતા તરીકે વિકાસ પામવાનું હતું તેનું આજે કોઈ વિકાસ તેમજ રોજગારી માટેનું અસ્તિત્વ જ મીટાવી દેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં યાત્રા અને પ્રવાસનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થઈ છે પણ વિકાસ ક્યાંય નજરે નથી પડતો અરે એ નાણાં ક્યાં ઘર કરી ગયા એ પણ લોકો નથી જાણતા ત્યારે જિલ્લાના પ્રવાસન વિભાગ તેમજ પ્રવાસન સમિતિ, સંકલન સમિતિ તેમજ જિલ્લાના ધારાસભ્યથી લઈ સાંસદ સુધીના ચુંટાયેલા લોક પ્રતિનિધિઓએ પણ આ પ્રવાસન ધામો માટે કોઈ અંગત રસ તેના વિકાસ માટે લીધો નથી. માત્ર તેમને રેતી અને માટી ખનીજમાં જ અંગત સ્વાર્થ અને અંગત રસ છે એ સાબિત થાય છે.


જ્યારે હવે લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે પ્રવાસન વિભાગમાં કોઈ રજૂઆત કરવામાં આવશે કે પછી આજ રીતે રામ ભરોશે શ્રદ્ધાળુઓ સાથે રમત રમાતી રહેશે હાલ તો પ્રવાસનના સ્થળો અને તેનું અસ્તિત્વ વિશે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. ખાસ મહત્વની બાબતે રેતી ઉલેચતા માફીયાઓએ ગામમાં રાજકારણ ઉભુ કરીને વૈમનસ્ય પેદા કરવાનું પણ કામ કર્યું છે. કાયદેસર કરતા ગેર કાયદેસર રેતી ખનન વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણવાદી સંગઠનો, નર્મદા બચાવ સમિતી અને ભૂસ્તર વિભાગ, પર્યાવરણ કચેરીઓ સક્રિય થાય અને કાયદેસર કાર્યવાહી હાથધરે તેવી લોક માંગ છે.


પ્રવાસન સર્કિટના પ્રોજેક્ટ 2011માં તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડ ઉપરાંતની રકમ ફાળવી હતી તે ક્યાં વપરાયેલ છે એ દેખાતી નથી જ્યારે નર્મદાજીની ઉજવણી થાય છે ત્યારે આ પ્રવાસન વિભાગના જ ગામો અને નર્મદા કાંઠાના ગામોનું અસ્તિત્વ પણ રેતી માફિયાઓના કારણે ભયમાં મુકાયું છે હવે નર્મદાની ઉજવણી કરવા કરતાં તેને બચાવવા માટે તેને પર્યાવરણથી અને ભૂગર્ભજળ પ્રદૂષિત ન થાય તેના માટે વિવિધ સંગઠનો, વિવિધ રાજકીય મોરચાઓ પણ આગળ આવે અને પોતાને રાષ્ટ્રવાદી અને નર્મદા મૈયા પ્રત્યેની સાચી આસ્થા પુરવાર કરે તે જરૂરી છે.


રેતી માફિયાએ છેલ્લા દસ વર્ષમાં નર્મદા નદીનું જીવન પ્રવાહનો પટ બિલકુલ બદસૂરત કરી નાખ્યો છે ત્યારે હાલમાં જ આવેલા નર્મદા પૂરમાં ન અનુભવેલો અનુભવ નર્મદા કાંઠાના ગામોને ખાના ખરાબીથી અનુભવાયો છે તે તેની સાબિતી પૂરે છે માત્ર તેમને કેસડોલ કે નુકસાની આપીને તેને લીપાપોથી કરવી તે કેટલી વ્યાજબી છે. ખાસ કરીને રાજકીય વગ પર ધાર્મિક અને રાષ્ટ્રવાદી માસ્ક (મુખોટા )પહેરી પાવરમા બેસેલા જન પ્રતિનિધી બનેલા નર્મદા નદીનું ચીરહરણ કરનાર માફિયાઓ રેતી અને માટી માફિયાઓ અને ખનીજ માફિયાઓ ઉપર સરકારનું કોઈ જ નિયંત્રણ ન હોવાથી વિકાસના નામે નદીકાંઠાના ઐતિહાસિક, પૌરાણિક પ્રવાસન વિભાગના સ્થળોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. માઁ નર્મદાને માનનારા તેમની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ના પોહચે તેના માટે માઁને બચાવવા એકજૂટ થઈને ચોક્કસ કાર્યવાહી કરે તે આજના સમયે જરૂરી બન્યું છે.







રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ