અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ના મનો દિવ્યાંગ બાળકોનો કડિયા ડુંગર ખાતે પ્રવાસ યોજાયો

અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ના મનો દિવ્યાંગ બાળકોનો કડિયા ડુંગર ખાતે પ્રવાસ યોજાયો

અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા મનો દિવ્યાંગ બાળકો માટે દર વર્ષે પિકનિક નું આયોજન શૈક્ષણિક હેતુસર કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ તથા શ્રીમતી અરુણાબેન પટેલને હંમેશા બાળકો સાથે સમય પસાર કરવાનું વધારે પસંદ પડે છે. તેઓ વધારે સંસ્થા પર રહી, બાળકોની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે તેઓ તેમનો સતત પ્રયત્ન હોય છે. ખાસ કરીને પ્રવાસમાં બાળકો સાથે આવવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.




કડિયા ડુંગર(તા.વાલીયા), ઇસ્કોન મંદિર મુલદ ચોકડી ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બાળકોએ ખૂબ આનંદ અને ઉલ્લાસ ભેર પ્રવાસની મજા માણી હતી. સીતારામ મહિલા ગ્રુપ (શ્રીમતી અલકાબેન પટેલ) USA ના આર્થિક સહયોગથી પિકનિક નું આયોજન ખૂબ ઉતમ રીતે કરી શકાયું. સંસ્થા દ્વારા દાતા સીતારામ મંડળના બહેનોનો, સ્થાપક પરિવાર તથા તજ ટ્રસ્ટ મંડળ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ