રહાડપોરના તલાટી કમ મંત્રી નિલેશ પટેલને આયોગની સુનાવણીમાં હાજર રહેવા તેડું

ભરૂચ તાલુકાના રહાડપોરના તલાટી કમ મંત્રી નિલેશ પટેલને આયોગની સુનાવણીમાં હાજર રહેવા તેડું

ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે માહિતી ન મળતા અરજદારે બીજી અપીલ દાખલ કરેલ હતી. જેની સુનાવણી આગામી ૦૨- ૦૨-૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ હોય તેવું જાણવા મળ્યું છે. નવી કલેક્ટર કચેરીની બાજુમાં,કણબીવગા, ભરૂચ સ્થિત મામલતદાર કચેરીમાં સુનાવણી રાખવામાં આવેલી છે. અરજદારે ૦૮-૨૦૨૩ની બીજી દાખલ કરેલ હતી.

જાણવા મળતી માહિતી અનુસાર, અરજદારે નમૂના-ક મા તારીખ ૨૮-૦૨-૨૦૨૩ના રોજ અરજી માહિતી અધિકાર હેઠળ કરેલ હતી. સમય મર્યાદામાં સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવેલ નહી અને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ૨૦ હેઠળ જાહેર માહિતી તા.૧૦- અધિકારી વિરુધ્ધ કાર્યવાહી અપીલ કેમ ન કરવી તેની સ્પષ્ટતા સુનાવણીની તારીખના સાત દિવસ પહેલા આયોગ સમક્ષ કરવાની હતી. હાલમાં રહાડપોર ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી તરીકે નિલેશ પટેલ ફરજ બજાવતા હોવાની માહિતી મળવા પામેલ છે. જોકે આ સુનાવણી દરમિયાન સ્પષ્ટતા થશે કે જાહેર માહિતી અધિકારીને ES કરવો કે અરજદારે માંગેલ તમામ માહિતી વિનામૂલ્યે પૂરી પાડવી. જોકે આયોગનું બીજી ફેબ્રુઆરીના રોજ સુનાવણીમાં જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીનું કાજર રહેવાનું તેડું હોય તેમ જાણવા મળેલ છે. આયોગ ઉપલબ્ધ આધાર પુરાવાને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરશે તેમ લાગી રહયું છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ