ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી અને શ્રી અંબેમાતા વિદ્યાલયના ઉપક્રમે બાળકોના અધિકાર અંગે યોજાયેલો સેમિનાર

ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી અને શ્રી અંબેમાતા વિદ્યાલયના ઉપક્રમે બાળકોના અધિકાર અંગે યોજાયેલો સેમિનાર

ન્યાય મેળવવા માટે અને ન્યાય સુધી પહોંચવા માટે વ્યકિતને ઘણા અંતરાયો ઉભા થાય છે ત્યારે ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્ધારા હાલમાં શાળા–કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને કાયદાની જાણકારી આપનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


તા.૦૯/૦ર/ર૦ર૪ના રોજ ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંબેમાતા વિદ્યાલય ખાતે બાળકોના અધિકારો અંગેના સેમિનાર જિલ્લા કાનુની સત્તા મંડળ ભરૂચના સેકે્રટરી શ્રી દિલીપ પી. તિવાહીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શાખાના પ્રિન્સિપલ હરેન્દ્રભાઈ ભગત દ્ધારા પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના વકતા શ્રીમતિ જયોતિકાબેન પરમારે પોસ્કો એકટની જાણકારી આપતાં ૧૦,૧૧,૧રના વિદ્યાર્થીઓએ શા બાબતની કાળજી રાખવીને અંગે ધ્યાન દોરી બાળકોને મળતા અધિકારો અંગે જાણકારી આપી હતી.

ભરૂચના જજ શ્રી એ.કે. મહેતાએ ભારતીય બંધારણમાં સમાન ન્યાય તેમજ કાયદાના સમાન રક્ષણ માટે ન્યાય મેળવવામાં અડચણ ન પડે તે માટે તમામ વ્યકિતઓને સક્ષમ બનાવવા બાબતે ધ્યાન દોરયું હતું. નાલ્સાની યોજના મુજબ ચાઈલ્ડ ફેેન્ડલી લીગલ સર્વિસ ટુ ચીલ્ડ્રન એન્ડ ઘેર પ્રોડકશન મુકત પણે બાળક સાથે વર્તન કરવા ઉપર અને બાળકનું રક્ષણ કરવા ઉપર ભાર મુકયો હતો. બાળ મજુર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ અંગે માહિતી આપી હતી. જોખમકારક જગ્યા ઉપર બાળકોને કામ ઉપર રાખી શકાશે નહી તે અંગે ઉદાહરણ આપ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી દિલીપ પી. તિવાહી સાહેબે ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આભારવિધિ ઉત્તમભાઈ પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં અંબેમાતા વિદ્યાલયના ઉપપ્રમુખ કુ. અંજનાબેન હાજર રહયા હતા. અંબેમાતા વિદ્યાલયના પ્રિન્સીપલ અને કાર્યક્રમના આયોજન હરેન્દ્રભાઈ ભગતનાઓએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતું.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ