વાગરાની મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કરનો અકસ્માત, કેમિકલ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટયા

વાગરાની મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કરનો અકસ્માત, કેમિકલ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટયા 

કેમિકલ લીકેજ થતા આજુ બાજુના ગામમાં લોકોના જીવ તાળવે ચોંટયા 

વાગરા ગંધાર રોડ ની મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી પહોંચવા લાગ્યા હતા. જેને લઈ એક સમયે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ ની ટીમ સાથે ફાયર બ્રિગેડ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

બનાવની અગે ની મળતી માહિતી અનુસાર આજરોજ રાત્રીના આશરે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ વાગરા તાલુકાના મુલેર ગામે દહેજ-આમોદને જોડતા માર્ગ ઉપર આવેલ મુલેર ચોકડી ખાતે એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થયું હતું. ટેન્કર લીકેજ થતા ટેન્કરમાં રહેલ કેમિકલ માર્ગ ઉપર વહેતુ થયું હતું. માર્ગ ઉપર કેમિકલ ઢોળાતા સફેદ કલરના ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી નજરે પડીયા હતા. જેને લઈ એક સમયે ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર વિભાગને કોલ મળતાજ ફાયર ફાઈટરો બનાવવાળી જગ્યાએ આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કેમિકલ ભરેલ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું હોવાથી સલામતીના ભાગરૂપે થોડા સમય માટે માર્ગ બંધ કરાવ્યો હતો. જોકે ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી મોટી હોનારત થતા અટકાવી હતી. જે બાદ માર્ગ પુનઃ કાર્યરત કરાયો હતો.

માર્ગ ઉપર કેમિકલ ઢોળાતા સફેદ કલરના ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા

સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરનો અકસ્માત થયો હતો. જેને લઈ ટેન્કરનો વાલ્વ તૂટી જવાના કારણે ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થયું હતું. બનાવવાળી જગ્યાએ ઉપસ્થિત પ્રત્યક્ષદર્શી સૂત્રના જણાવ્યા અનુસાર કેમિકલ લીકેજ થતા ગભરાહતનો માહોલ ઉદ્દભવ્યો હતો. રોડ ઉપર ઢોળાતું કેમિકલ સફેદ કલરના દુમાડાના સ્વરૂપે હવામાં ઉડતું દુર દુર સુધી નજરે પડ્યું હતું. કેમિકલ વાયુ વેગે પ્રસરતા એક સમયે લોકોની આંખોમાં બળતરા પણ થવા લાગ્યા હતા. જોકે મોટી હોનારત ટળી જતા અંતે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

9574080141 / 9574440823

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ