મુન્શી આઈ.ટી.આઈ. એક્સ્પો & Alumni Meet પ્રોગ્રામ ઉજવાયો

મુન્શી આઈ.ટી.આઈ. એક્સ્પો & Alumni Meet પ્રોગ્રામ ઉજવાયો

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઈ.ટી.આઈ. ભરૂચ માં તારીખ ૩ જી ફેબ્રુઆરી ૨૦૨૪ ના શનિવારે બપોરે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. એક્સ્પો તથા alumni meet નો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો.

આ પ્રોગ્રામ માં મુખ્ય મહેમાન તરીકે યુ.કે. થી પધારેલા અબ્દુલ્લાહ એડ ના CEO જનાબ શકિલભાઇ માલજી સાહેબ,તથા અબ્દુલ્લાહ એડ ના ટ્રસ્ટી શ્રી જનાબ મસિઉલ્લાહ સાહેબ તથા અબ્દુલ્લાહ એડ ના જકરીયા ભાઈ તેમજ મુન્શી ટ્રસ્ટ ના ચેરમેન. જનાબ ઐયુબભાઈ અકૂજી સાહેબ,વાઈસ ચેરમેન જનાબ હારૂન ભાઈ પટેલ સાહેબ,દિલાવર ભાઈ દશાન વાળા સાહેબ ઇબ્રાહિમ સાલેહ સાહેબ યુનુસભાઈ પટેલ સાહેબ તથા બિરલા ગ્રાસીમ વિલાયત આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા કલર ટેક્સ ના કેતન ફાનાશિય સાહેબ તથા વિદેશ થી પધારેલા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

મુન્શી આઈ.ટી.આઈ. ના એક્સ્પો માં ૧૮ જેટલા અલગ અલગ નવી નવી ટેકનોલોજી સાથે ના સુંદર લાઈવ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા.એક્સ્પો નું ઉદઘાટન જનાબ અબ્દુલ્લાહ એડ ના CEO જનાબ શકિલભાઇ માલજી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

તથા મુન્શી ના વાઈસ ચેરમેન દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુન્શી આઈ.ટી.આઈ. ના હેડ શ્રી આરીફ ભાઈ પટેલ દ્વારા સુંદર રીતે આઈ.ટી.આઈ. નો છેલ્લા ૨૬ વર્ષનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ માં મુન્શી આઈ.ટી.આઈ. ના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ ને બોલાવી ભેગા કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સલાહ સૂચનો લઈ ચાલુ અભ્યાસ કરતા તાલીમાર્થીઓ ને મદદ રૂપ થવા માટે વિવિધ ચર્ચા કરી હતી. પ્રોગ્રામ ના અંતમાં મહેમાનો નો આભાર શ્રી લુકમાન ભાઈ વ્યક્ત કરી રાષ્ટ્રગીત સાથે પ્રોગ્રામ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ