આખું એટીએમ મશીન ઉઠાવી ગયાં, પિસાદ ગામ પાસે તૂટેલી હાલતમાં મળ્યું, મશીનમાં 4 લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન

વાગરામાં તસ્કરો આખે આખું એટીએમ મશીન ઉઠાવી ગયાં, પિસાદ ગામ પાસે તૂટેલી હાલતમાં મળ્યું, મશીનમાં 4 લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન 


વાગરાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના એચડીએફસી બેન્કનું આખે આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જોકે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તુટેલી હાલતમાં મળી આવ્યું હતું. વાગરા પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકવાનારી વિગત બહાર આવી હતી. તસ્કરોએ પહેલાં દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં નાકામ રહેતાં વાગરામાં એટીએમ તોડ્યું હતું. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3થી 4 લાખ રૂપિયા હોવાનું જણાવા મળી રહ્યું છે.


https://youtu.be/DdWUhJsfrX?          si=ipEmUzWDt12SOTxp


હાલમાં બેંકના અધિકારીઓ રૂપિયાની વિગત મેળવી રહ્યા છે

વાગરા પીએસઆઇ એ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી છે. અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યાં છે. જેનું નિરીક્ષણ કરી તસ્કરોના પગેરૂ શોધવામાં આવશે. બેન્કના અધિકારીઓ હજી એટીએમમાં રહેલાં રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉપરાંત એટીએમના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસ ચાલુ છે


            LCB- SOG ની ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ છે

તસ્કરોએ પહેલાં દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યાં બાદ ત્યાં નિષ્ફળ જતાં વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટનાથી તેઓ વિસ્તારથી વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યાં હોઇ તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ વાગરા પોલીસ સહિત એલસીબી-એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યાં હોઇ તસ્કરોના સગડ વહેલી તકે મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.







રિપોર્ટર ભરૂચ

મનીષ કંસારા

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ