હાસોટ આલિયાબેટ પર આહિર સમાજ દ્વારા બિલીયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો 28 મો પાટોત્સવ ઉજવણી કરાઇ

 માલધારીઓનુ અને તેઓના પશુઓનું માતાજી રક્ષણ કરતા હતા 

હાસોટ આલિયાબેટ પર આહિર સમાજ દ્વારા બિલીયાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજીના મંદિરનો 28 મો પાટોત્સવ ઉજવણી કરાઇ 

આ મંદિરના દર્શન કરવા માટે ગુજરાતભરમાં વસેલા આહીર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે આવતા હોય છે


મહા સુદ તેરસ ના રોજ દર વર્ષે માતાજીના મંદિરનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગત તારીખ 22/ 2 /2024ને ગુરૂવારના રોજ માતાજીના 28 મો પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી


હવન મહાપ્રસાદી અને માતાજીના જાગરણના કાર્યક્રમ યોજાયા 

પાટોત્સવ દરમિયાન માતાજીના મંદિરને લાઇટિંગ થી સજાવટ કરવામાં આવી હતી તથા રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીના શણગાર કરવામાં આવ્યો હતો




સમાજ દ્વારા આવનાર સમયમાં સરકાર શ્રી પાસે જગ્યા ની માંગણી કરી છે જો સરકારશ્રી યોગ્ય જગ્યા ફાળવી આપશે તો આવનાર દિવસોમાં વિશાળ મંદિર બનાવવા પણ સમાજ તૈયાર છે આહિર સમાજ પ્રમુખ ડાહ્યાભાઈ માનસંગભાઈ આહિર વર્ષો પહેલાં આહીર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા આવા સમયે તેઓના પશુઓને ચારો ન મળતા તેઓ આલિયાબેટ કે જે વિસ્તારમાં રહી રાત્રિ રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ ભેંસ બકરી ગાય સહિતના પશુઓને લઈ આ સ્થાન ઉપર રોકાતા હતા તેવા સમયે માલધારીઓનુ અને તેઓના પશુઓને આવા વિશાળ જંગલમાં માતાજી રક્ષણ કરતા હતા જ્યાં પરંપરાગત રીતે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 



આ મંદિરને આજે 28 વર્ષ પૂર્ણ થતા તે મંદિરે આજે 28 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં સવારે માતાજીનો હવન અને સાંજે ચાર કલાકે શ્રીફળ હવન તથા સાંજે પાંચ કલાકે મહાપ્રસાદી રાત્રે માતાજીનું જાગરણ સહિત ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આજે વહેલી સવારથીજ સમગ્ર જિલ્લા ભરમાંથી આહિર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે દર્શને આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તથા માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો જેમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાંથી આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના પાટોત્સવ માં જોડાયા હતા.




રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ