બોરી ગામ નજીક ખેતરમાં બકરા ચરાવા નીકળેલા પશુ માલિકોના એક પછી એક 15થી વધુ બકરાઓના એક સાથે મોત

એક એક પશુપાલકો પર આભ ફાટી પડ્યું

ભરૂચ તાલુકાના બોરી ગામ નજીક ખેતરમાં બકરા ચરાવા નીકળેલા પશુ માલિકોના એક પછી એક 15થી વધુ બકરાઓના એક સાથે મોત

ભરૂચ ના બોરીગામ ખાતે આજરોજ અચાનક એક પછી એક 15થી વધુ બકરાઓના મોત થતા જ પશુપાલકોને માથે આભફાટી ગયું હતું. જ્યારે પશુ ચિકિત્સકની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાં રહેલી બે બકરીઓને સારવાર આપીને બચાવી લેવાઈ છે.

આજરોજ બોરીગામના રહેવાસી ભારમરભાઈ અને દિનેશભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતાં ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન થઈ રહ્યું હતું.આ બકરાઓએ તે પાણીનું આરોગ્ય હતુ. ત્યારબાદ થોડીક જ ક્ષણોમાં એક પછી એક એમ 15 થી વધુ બકરાઓ નીચે પડીને મોતને ભેટ્યા હતા.

પશુપાલકોના 15 વધુ બકરાઓના અચાનક મોત નિપજતા જ ગામના અન્ય પશુપાલકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.ઘટના અંગે પશુપાલકો ઉપલા અધિકારીઓને જાણ કરતા જ પશુ ચિકિત્સક ડોકટર મિતેષ ભાટિયા અને પશુઓની લેબોરેટરીના ડો,દીપ્તિ રાવલ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.આ અંગે ડો,મિતેષ ભાટીયાએ જણાવ્યું હતું કે,અમને માહિતી મળતા જ અમે સ્થળ પર પહોંચી પશુપાલકોની વાતચીત સાંભળતાં અને પ્રાથમિક તપાસ કરતા આ પશુઓએ ખેતરમાં સિંચાઈ કરેલું પાણી પીધા બાદ મોત નિપજ્યા હતા. જેથી કદાચ ખેત માલિકે ખેતરમાં જીવજંતુઓથી બચવા છાટવામાં આવેલી દવા અથવા યુરિયા પાણીમાં ભળતા તે પાણી પીતા મોત નિપજ્યા હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.જ્યારે બે બકરીઓને સારવાર આપીને બચાવી લેવાઈ છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ