પાનોલી જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન એમ-1 સ્વાકો કંપનીમાં આગ ફાટી નીકળી

પાનોલી જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન એમ-1 સ્વાકો કંપનીમાં આગ ફાટી નીકળી

આગ અચાનક ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી

સ્ટોરેજ વિભાગમાં આગ ક્યાં કારણોસર લાગી હોય તેનું નિરીક્ષણ બાદ કહી શકાશે


બે દિવસમાં કંપનીમાં આગનો બીજો બનાવ પરંતુ બન્ને કંપનીમાં આગ લાગી જાનહાનિ નહિ થવાથી હાશકારો


પાનોલી જીઆઇડીસીમાં બાકરોલ બ્રિજ પાસે આવેલ હિન્દુસ્તાન એમ-1 સ્વાકૉ કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રામાં રાસાયણિક જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો તેમાં અચાનક આગ કોઈ કારણોસર ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને જોત જોતામાં આખો સ્ટોરેજ વિભાગ આગની લપેટમાં આવી ગયો હતો.

પાનોલી ફાયરને જાણ કરતા 3 ફાયર ટેન્ડર સાથે કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો.પાનોલીની કંપનીમાં લાગેલી આગને ઓલવવા ફાયર ફાયટરોએ તનતોડ મહેનત કરી કાબુમાં લીધી હતી.

ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર જીઆઈડીસી એશિયાની સૌથી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યારબાદ પાનોલી,ઝઘડિયા અને દહેજ છે .પરંતુ આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા યુનિટો કાયદા અને નિયમોને ઘોળીને પી ગયા છે બીજું શિફ્ટ બદલાય અથવા તો રાત્રિના સમયે કર્મચારીઓની સામાન્ય ભૂલનો ભોગ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોને ભોગવવાનો વારો આવે છે.હાલ ગરમીનો પારો વધતા કેટલીયે રાસાયણિક કંપનીઓમાં હવે પ્રક્રિયા વખતે ગરમી અને દબાણ વધતાં રિએક્ટર અને બોઈલર ફાટવાથી ધડાકા સાથે આગ લાગવાના બનાવો વધી જતાં હોય છે તેને કારણે વાતાવરણમાં પ્રદૂષણ પણ વધતું હોય છે .ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અત્યંત જરૂરી બન્યું છે.જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝમાં લાગતી આગના અને અન્ય બનાવોને રોકી શકાય .







રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ