અંકલેશ્વર GIDCમાં વાનરોમાં કેમિકલયુક્ત પિગમેન્ટ કલર લાગેલું જોવા મળ્યું, અગાઉ શ્વાન, કબૂતર, ચકલી જેવા પક્ષીઓ પીગમેન્ટ કલરમાં રંગાયેલા જોવા મળ્યા હતા

અંકલેશ્વર GIDCમાં વાનરોમાં કેમિકલયુક્ત પિગમેન્ટ કલર લાગેલું જોવા મળ્યું, અગાઉ શ્વાન, કબૂતર, ચકલી જેવા પક્ષીઓ પીગમેન્ટ કલરમાં રંગાયેલા જોવા મળ્યા હતા

અંકલેશ્વર GIDCમાં કપિરાજ પર સિંદૂર નહીં કેમિકલયુક્ત પિગમેન્ટ કલર ચઢેલો જોવા મળ્યો હતો. જીઆઇડીસીમાં કેમિકલયુક્ત ભૂરા પીગમેન્ટ કલરથી રંગાયેલા કપિરાજ અને બે બચ્ચા પીગમેન્ટ રંગથી રંગાયેલા જોવા મળ્યા હતા. જ્યારે અગાઉ શ્વાન, કબૂતર, ચકલી જેવા પક્ષીઓ અગાઉ પીગમેન્ટ કલરના હોવાનો વિડિયો વાયરલ થયો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જળ અને વાયુ પ્રદુષણની ઘટના છાશવારે સામે આવી રહી છે. આ વચ્ચે હવે પશુઓ પણ રાસાયણિક રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરમાં એક પીગમેન્ટ કંપની નજીક કપિરાજનું એક ટોળું જોવા મળ્યું હતું. જેમાં માતા સાથે જ નાના બાળ કપિરાજ પણ પીગમેન્ટ કંપનીમાં રહેલા ભૂરા રંગથી રંગાયેલા જોવા મળ્યા હતા. આ પિગમેન્ટ કલર તેઓના સ્વાસ્થ્ય માટે ઘાતકરૂપ થઇ શકતો હોય જેથી વન વિભાગ અને જીપીસીબીએ માનવતા દાખવી આવા કિસ્સામાં ઔદ્યોગિક વસાહતમાં રહેલા પશુધનને શોધી તેને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તેમજ તબક્કાવાર તેમાં સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શ્વાન, કબૂતર, સહીત પક્ષીઓ પણ આ રાસાયણિક રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ત્યારે આજ રોજ કેમિકલ યુક્ત કલરવાળા કપિરાજોનો ટોળી જોવા મળ્યાં હતાં.

રિપોર્ટર અંકલેશ્વર

જીજ્ઞેશ રાજપુત

9898077074

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ