કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની અને રોટરી ક્લબ ના સહિયારા પ્રયાસથી રંગરોગાન કરયું

 અરગામા પ્રાથમિક શાળા ને કંસાઈ નેરોલેક્ પેઈન્ટ્સ કંપની અને રોટરી ક્લબ ના સહિયારા પ્રયાસથી રંગરોગાન કરયું

અરગામાં પ્રાથમિક શાળા ની ઇમારતને રૂપિયા 6 લાખથી પણ વધુ ના ખર્ચે રંગરોગાન કરવામાં આવ્યું હતું સાથે બાળકો ને આકર્ષીત કરવા માટે શાળાની દીવાલો ઉપર પણ સુંદર ચિત્રો બનાવી આપવામાં આવ્યા છે. 

સુંદર ચિત્રો ગામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આજરોજ રંગરોગાન કરેલ અરગામાં શાળાની મુલાકાતે નેરોલેક કંપનીના રાજેશ પટેલ પ્લાન્ટ હેડ, પ્રણવ પારેખ HR મેનેજર, પરેશ પટેલ , CSO, ધર્મેન્દ્ર પટેલ, EHS ઇન્ચાર્જ, અનંત ઉપાધ્યાય, BSR ઇન્ચાર્જ, રઘુવીર સિંહ રાણા, પ્રોડકશન ઇન્ચાર્જ, સહિત ભરૂચ રોટરી ક્લબ પ્રમુખ રીઝવાના બેન અને તલકીન ભાઈ સહિત મોટી સંખ્યામાં અન્ય લોકો પણ શાળા ની મુલાકાતે આવ્યા હતા જ્યાં શાળા ના પરિવાર વતી શાળા ના આચાર્ય શ્રીમતી ફિરોઝાબેને આવેલા અતિથિઓનું પુષ્પાકુંજ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું.



કંપનીએ 2017 થી અત્યાર સુધી માં અરગામાં માં લગભગ 50 લાખ ના ખર્ચે નાના મોટા સમાજિક કર્યો કરેલ છે અને કંપની ના હેડ શ્રી રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે કંપની ભવિષ્ય માં પણ હંમેશા અરગામાં ગામની પાયા ની જરૂરિયાતો ને જરૂર ધ્યાનમાં લેશે અને જેટલી શક્ય થશે એટલી જરૂર મદદ કરશે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

9574080141

#gujaratniparchhai


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ