સતત બીજા વર્ષે પણ માસ્ટરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરતા ઈરફાન મલેક

ત્રીજો મેન ઓફ સ્ટીલ મી.ભરૂચ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન અંકલેશ્વર ખાતે યોજાયો : સતત બીજા વર્ષે પણ માસ્ટરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરતા ઈરફાન મલેક

બોડી બિલ્ડીંંગ એન્ડ બેસ્ટ ફીઝીકસ એસોસીએશન ભરૂચ દ્ધારા સતત ત્રીજા વર્ષે પણ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી, મોદી નગર, હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ જીમના ટે્રનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડીંરને આ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો.

આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર મેન્સ બોડી બિલ્ડીંગ, મેન્સ ફિઝીકસ, મેન્સ કલાસીક બોડી બિલ્ડીંગ અને માસ્ટર બોડી બિલ્ડીંગ, દિવ્યાંગ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ–ર૦ર૩–ર૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંકે  રેમ્બો જીમના ઈરફાન મલેક હાંસલ કરેલ હતો. આ સાથે સાથે રેમ્બો જીમના  કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક, અમાન મલેકે ચોથો ક્રમાંક અને પીયુષ સોલંકીએ પાંચમો ક્રમાંક હાંસલ કરેલ હતો. આ સાથે જ રેમ્બો જીમે પોતાના ચાર બોડી બિલ્ડીંરને આ કોમ્પીટીશનમાં ઉતારેલ હતા. જેમાં તમામે તમામ પોતાનું બેસ્ટ આપી ૧ થી પ માં નંબર લાવેલ હતા.

જયારે ભરૂચની મારૂતી જીમના ટ્રેનર અક્ષય કહાર ભરૂચ જિલ્લામાં ચેમ્પીયન ઓફ ચેમ્પીયનનો ખિતાબ હાંસલ કરેલ છે. 

જો કે આ સાથે જ ઈરફાન મલેક સાથે વાત થતાં તેઓએ જણાવેલ હતું કે આવનાર દિવસમાં મીસ્ટર ગુજરાત આવનાર હોય જેથી આજથી જ તેઓ અને તેઓની ટીમ મીસ્ટર ગુજરાતની તૈયારમાં લાગી ગયા હતા.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ