ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જેન્ટ સાયન્સ પ્રા લી કંપનીમાં પાઇપ લાઈનમાં લીકેજ બાદ ધડાકો થયો.

ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જેન્ટ સાયન્સ પ્રા લી કંપનીમાં પાઇપ લાઈનમાં લીકેજ બાદ ધડાકો થયો.

ટેન્કરમાંથી નાઈટ્રિક એસિડ પાઇપમાં ટેન્ક નજીક લીકેજ બાદ ધડાકોથમ થયો હતો.

ઘટનાને પગલે ઝઘડીયા ફાયર ટેન્ડર સહિત ૪ ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા.


૩ કામદારો ને ઇજા પહોંચી હતી, ગેસ ફેલાતા આજુબાજુમાં હાજર લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. 



મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી, જીપીસીબી ની ટીમ ઘટનાસ્થળે પહોંચી સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ટેન્જેન્ટ સાયન્સ કંપની આજરોજ સવારે ૧૦ કલાકે નાઇટ્રિક એસિડ ટેન્ક નજીક પાઇપ લાઇન વડે નાઇટ્રિક એસિડ વડે કંપની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી.

ટેન્કમાંથી નાઇટ્રિક એસિડ પાઇપ લાઇન વડે પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન અચાનક પાઈપ લાઈન લીકેજ થઇ નાઇટ્રિક એસિડ વછૂટ્યો હતો અને તેને લઇ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેને લઇ કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. જે દોડધામ દરમિયાન ૩ કામદારો ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઝગડીયા ફાયર સ્ટેશન ખાતે ઘટનાની જાણ થતા ૪ જેટલા ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ સ્થળ પર પાઇપ લાઈન પર રેતી નાખી બંધ કર્યું હતું અને તેને માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવ્યું હતુ અને સ્થિતિ કાબૂમાં લીધી લીધી હતી.


ઘટનાને પગલે ઝગડીયા મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી, જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં હવામાં નાઇટ્રિક એસિડ ફેલાતા આજુબાજુ વિસ્તારમાં લોકો શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી, લોકો ગેસની બચવા મોઢે માસ્ક અને રૂમાલ બાંધવાની ફરજ પડી હતી. હાલ સ્થિતિ કાબુમાં છે કોઈ જાનહાની થઇ નથી. ૩ કામદારો ને ઇજા પહોંચી હતી જે દોડધામ દરમિયાન છે જે પૈકી એક કામદારને ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ છે જયારે અન્ય ૨ ને સામાન્ય ઇજા પહોંચી હતી તેને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.

કંપની સ્થળ નોટિસ આપી સ્થિતિ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી જેસે થે રાખવા તાકીદ કરી હતી. જ્યારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એર મોનીટરીંગ કરી જરૂરી નમૂના લેવામાં આવીયા હતા.


રિપોર્ટર ભરૂચ

જીજ્ઞેશ રાજપુત

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ