આસિસ્ટન્ટકલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચની પ્રેરક ઉપસ્થિતિમાં“ કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કિશોરીઓ માટે માહિતીપ્રદ સત્ર
આસિસ્ટન્ટકલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચની પ્રેરક ઉપસ્થિતિમાં“ કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કિશોરીઓ માટે માહિતીપ્રદ સત્ર
માન. પ્રધાનમંત્રીશ્રીએ એપ્રિલ ૦૧, ૨૦૨૨ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, ન્યુદિલ્હી ખાતે આયોજિત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં આપણાંસમાજની દીકરીઓની ક્ષમતા, આકાંક્ષા અને લાગણીઓનેપારખી, તેઓને સુવર્ણ અવસર આપીને તેઓને સંસ્થાકીયરીતે જોડવા અંગે આહ્વાનકર્યું હતું. આ વિચારને મૂળમંત્ર બનાવીને જિલ્લા સ્થિત તમામ કિશોરીઓનેકુલ ૦૬ મોડ્યુલ્સઅંગેની ગુણાત્મક તાલીમ, અનેક માહિતીપ્રદ સ્થળોની મુલાકાત કરાવીનેકિશોરીઓમાંસ્વ-જાગૃતતા આવે તથા માઇક્રો-મેક્રો મૂલ્યાંકન થકી ચયન પામેલ કિશોરીઓ “આદર્શ કિશોરી”નુંબિરુદ મેળવીને સંસ્થાકીય રીતે જોડાય એવા હેતુસર “કિશોરી ઉત્કર્ષ પહેલ” – નામની સીએસઆરપરિયોજનાનું અમલીકરણ ઝઘડિયાતાલુકા બાદ હવે અંકલેશ્વરતાલુકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, શિક્ષણ-આરોગ્ય-મહિલા અને બાળ વિકાસ વિભાગ, ડીસીએમશ્રીરામ ફાઉન્ડેશન અને ભારતકેર્સ વગેરે સહભાગીઓનાસહિયારાપ્રયાસથીથઈ રહ્યું છે.
સદર સીએસઆરપહેલ અંતર્ગત શાળાએ જતી કિશોરીઓનીશાળા ખાતે અને શાળાએ ના-જતી કિશોરીઓનીઆંગણવાડી ખાતે આરોગ્ય અને સ્વાસ્થય, ઉત્તમ પોષણ, માસિક આરોગ્ય અને વ્યવસ્થાપન, કિશોરીઓનુંકાનૂની સંરક્ષણ અને અધિકારો, સરકારી યોજનાઓનીજાણકારી અને નેતૃત્વ વિકાસ અંગેની ગુણાત્મક તાલીમ આપવામાં આવી રહી છે.
હાલમાં, જાન્યુઆરી ૦૮, ૨૦૨૪ના રોજ સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ, અંકલેશ્વરખાતે સુશ્રી નતિશામાથુર, IAS, આસિસ્ટન્ટકલેક્ટર,અંકલેશ્વર અને સુશ્રી સ્વાતિ રાઓલ, જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શિક્ષણ નિરીક્ષક, મહિલા અને બાળ વિકાસ વિભાગના કોર્ડિનેટરનીહાજરીમાં કિશોરીઓ માટે માહિતીપ્રદ, રસપ્રદ અને લાભપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર સત્રમાં આસિસ્ટન્ટકલેક્ટરશ્રીએ GPSC-UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની વિસ્તૃતપણેમાહિતી12th Failમૂવીનુંદ્રષ્ટાંતટાંકીનેતથા સ્વયંનો અનુભવ રજૂ કરીને પરીક્ષાલક્ષીતૈયારી કેવી રીતે નીડરતાપણેશરૂ કરવી એ અંગે વ્યવસ્થિતપણેમાર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિશેષત: જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ દ્રારાકિશોરીઓને નીડરતા, ચપળતા અને મક્કમતા અંગેનાદ્રષ્ટાંતપૂરા પાડી સ્વ-ઓળખ થકી સ્વ-ઉત્થાન અંગેનાજ્ઞાનગંગાનોબહોળો પ્રસાર કરવામાં આવ્યો હતો. જ્યારે, શિક્ષણ નિરીક્ષક દ્રારા શિક્ષણ, એકાગ્રતા, જાતીય સતામણી, જાતીય સમાનતા અને આગામી દિવસોમાં આવનાર પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્તિ અંગેની સ્પષ્ટપણે સમજ પૂરી પાડવામાં આવી હતી.
મહિલા અને બાળવિકાસ વિભાગના કોર્ડિનેટરદ્રારા મહિલા અને બાળ વિકાસને લગતી અનેક સરકારી યોજનાઓનીમાહિતી વિસ્તારપૂર્વક પૂરી પાડીને અંતમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ”ની યોજનાની કિશોરીઓમા જાગૃતતા આવે એ હેતુસર “બેટી બચાઓ, બેટી પઢાઓ”પ્રિન્ટેડપતંગ અને પેનનુંવિતરણ કરાવીને આયોજિત માહિતીપ્રદ સત્રનું વ્યવસ્થિતપણેસમાપન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર અંકલેશ્વર
Comments
Post a Comment