ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું
ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનુ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે. તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની જિલ્લા ભાજપ દ્વારા સાફ-સફાઈ હાથ ધરાઈ રહી છે
ભરૂચ ભોલાવ સ્થિત શ્રી રામજી મંદિરે આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન પરમાર, યુવરાજસિંહ પરમાર, હેમંતભાઈ પ્રજાપતિ, સહિતના જોડાયા હતા.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ 22 જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્યતિ ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment