આમોદ નગર પાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ માં કેટલાક લાભાર્થી સરકારી અધિકારીઓના પાપે લાભો થી વંચિત રહ્યા

આમોદ નગર પાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ માં કેટલાક લાભાર્થી સરકારી અધિકારીઓના પાપે લાભો થી વંચિત રહ્યા 

વંચિત લાભાર્થીઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી 

આમોદ નગરપાલિકા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ, અધિકારીઓની બપોરનાં ૧.૦૦ પછી પાખી હાજરીઓ જોવા મળેલ હતી જ્યારે, ૩.૦૦ વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાનાં અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા... 

આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનાં આયોજન માટે આમોદ શહેરમાં દરેક વોર્ડ માં રીક્ષા ફેરવી કાર્યક્રમ ની જાહેરાત કરેલ હતી અને મંડપ તેમજ સરકારી અધિકારીઓ માટે તેમજ લાભાર્થી માટે ખુરશી ઓનું સરકારી પૈસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારનાં ૯ વાગ્યાથી સાંજનાં પાંચ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ એટલે પારદર્શિ પ્રશાસન માટે પ્રતિબંદ્ધ સરકાર ની નવતર પહેલ પ્રજાની લાગણી -માંગણી -અપેક્ષા પૂર્ણ કરવા નાં નવમો તબક્કો થકી લાભર્થી ને સરકારી યોજના નો લાભ અને સહાયતા અંગે નો વ્યક્તિગત પ્રશ્ર્નો સ્થળ ઉપ્પર નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેનાં વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું..   

 પરંતુ પ્રજાજનો તેમજ લાભાર્થી નાં કહ્યા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી શો-બાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળેલ હતી જ્યારે બપોરનાં એક વાગ્યા બાદ સરકારી અધિકારીઓ ને લગતી કામગીરી અંગે દરેક ટેબલો પર સરકારી વિવિધ લાભો તેમજ સરકારી અધિકારી તેમજ ઓળખ બેનરો લગાવી પાટિયા લગાવેલ રાખી સરકારી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા; જે સંદર્ભે લગતા વળગતા કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાનાં કારણે લાભર્થી નગરજનોએ વિલા મોઢે પરત ગયેલ હતા...

 શું સરકારી રૂપિયા નો ખર્ચ પાણીમાં ગયો કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મીડિયા ના એહવાલ બાદ આવા સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કે દંડનીય કાર્યવાહી કરેં એવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ