પતંગના માધ્યમથી અંગદાન જાગૃતિ:ભરૂચની સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે પતંગોત્સવનું આયોજન કરાયું

પતંગના માધ્યમથી અંગદાન જાગૃતિ:ભરૂચની સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે પતંગોત્સવનું આયોજન કરાયું

ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવતા હોય છે. જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો.


 રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, જે.પી.પટેલ સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ