મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત અલીફ ઈંગ્લિશ મિડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયેલ
આજ રોજ તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ ગુરૂવાર સવારે ૧૦.૩૦ થી મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત અલીફ ઈંગ્લિશ મિડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયેલ,
જેમાં મુન્શી મનુબરવાળા મોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના ટ્રસ્ટી શ્રી દિલાવરભાઈ દશાનવાલા, શ્રી ઇબ્રાહિમ સાલેહ ખાનસાહેબ અને યુનુસભાઈ પટેલ, ટ્રસ્ટના કમિટિ સભ્ય શ્રી સલીમભાઈ અમદાવાદી, સી. ઈ. ઓ - શ્રી સુહેલભાઈ દુકાનદાર, મુન્શી મોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત બીજી સંસ્થાઓના વડા અને આચાર્યશ્રીઓ અને એન. આર. આઈ મહેમાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ હાજરી આપી હતી અને તમામ હાજર મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.
મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત અલીફ ઈંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ શ્રીમતી ઝૈનબબેન પટેલએ સ્વાગત પ્રવન આપી વાર્ષિક મહોત્સવની માહિતી આપી હતી.
વાર્ષિક મહોત્સવમાં શિશું વિહારના વિદ્યાર્થી જેની ઉંમર ફકત ૩ વર્ષ થી લઇ ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજુ કરી હતી, કૃતિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું જ્ઞાન, દેશ પ્રેમની લાગણી ઉજાગર કરવા હેતુની કૃતિ, સમાજના દૂષણોથી બચવા નાટક, સ્વસ્થ અનુલક્ષી જાગૃતતા, સોશિયલ મીડિયાની થતી આડ અસર વિશે સમજણ, નશાથી બચવા માટેનું જ્ઞાન આપતું સુંદર ડ્રામા, ચંદ્રયાન ૩ વિશે કૃતિ રજૂ કરી વિજ્ઞાનનું જ્ઞાન વિગેરે કૃતિઓથી વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજના માહોલમાં આવા સમાજ સુધારક અને જાગૃતતા, સારા ખરાબ ની સમજ, સ્વસ્થ લક્ષી જાગૃતતા, દેશ ભક્તિ અને ભણતરનું મહત્ત્વની ઝલક આપતું મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત અલીફ ઈંગ્લિશ મીડિયમ દ્વારા સુંદર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આભારવિધિ અલીફ ઈંગ્લિશ મીડિયમના શિક્ષિકા શ્રીમતી શાહીનાબેન પઠાણએ કરી હતી.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment