રામ મંદિર ઉદ્ઘાટનના કાર્યક્રમ અંગે વિશ્વ હિન્દુ પરિષદના જવાબદાર પદાધિકારી કારસેવા દરમિયાન કાર્યરત કાર્યકર્તાના ઘરે-ઘરે જઈ આપતા આમંત્રણ પત્રિકા
રામ મંદિર ઉદ્ઘાટનના કાર્યક્રમ અંગે વિશ્વ હિન્દુ પરિષદના જવાબદાર પદાધિકારી કારસેવા દરમિયાન કાર્યરત કાર્યકર્તાના ઘરે-ઘરે જઈ આપતા આમંત્રણ પત્રિકા
ભરૂચ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓએ ૧લી જાન્યુઆરીથી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સાથે જોડાયેલા કાર્યકર્તાના ઘરે જઈ પાઠવેલ આમંત્રણ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના મિડિયા વિભાગના સંયોજક વિરલ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ, ભરૂચ શહેર નગર અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ તેમજ વિદ્યાભારતીના કાંતિભાઈ મઢીવાલાનાઓ ભરૂચ -જીલ્લાના ઉર્જાકેન્દ્રસમાન વેજલપુર વિસ્તારમાં રહેતા એડવોકેટ અશ્વિનભાઈ મિસ્ત્રી જેઓ જે તે સમયના પુર્ણકાલીન કાર્યકર્તા, ૧૯૮૯થી ૧૯૯૨ સુધી ભરૂચ જીલ્લા સંગઠન મંત્રીની જવાબદારી નિભાવી તેમજ -ગૌ-ગંગા અને ભારતમાતાની યાત્રા દરમિયાન જોડાયેલ તમામ અભિયાનોમાં કાર્યરત જેમાં સંસંમેલન, ધર્મસંસદ, વિજયયાત્રા, અસ્થિકળશયાત્રા જેવા કાર્યક્રમો દરમિયાન કાર્યરત તેમજ ૧૯૯૦માં પ્રથમ બલિદાની જથ્થાના કારસેવકના ઘરે જઈ આમંત્રણ પાઠવ્યું હતું. અશ્વિનભાઈ મિસ્ત્રી જેઓ આમંત્રણ આપવા આવેલ પદાધિકારીઓને મળી ગદ્ગદીત થઈ જવા પામ્યા હતા. આ એક આહલાદક ક્ષણ હતી કે જેનો અનુભવ તમામ કાર્યકર્તાએ અનુભવ્યો હતો.
રિપોર્ટર ભરૂચ
Comments
Post a Comment