ફાટક પરથી પસાર થઈ રહેલી ઈકો ટ્રેનની અડફેટે આવતા ૪ લોકો ને ગભીર ઇજા

 દહેજ -ભરૂચ રેલવે ટ્રેક પર ફાટક પરથી પસાર થઈ રહેલી ઈકો ટ્રેનની અડફેટે આવી, 4 લોકો ઈજાગ્રસ્ત

ભરૂચથી દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલવે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવેની ફાટક પરથી ઈકો પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ઈકો આવી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગસરતો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ – ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઇ રહી હતી, ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે આવતા ઈકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ