વિશ્વ દીકરી દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો...!!
વિશ્વ દીકરી દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો...!!
ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ દીકરી દિવસની ઉજવણી અંતર્ગત દીકરીઓ માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો,
પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ ભેગુ થાયને આકાશમાં હેલી ચડેને વાદળી બંધાઈ અને જે આનંદ વરસે એનું નામ "દીકરી"...તારીખ 12 જાન્યુઆરી 2014 થી વિશ્વમાં વિશ્વ દીકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં દીકરી માટે જાગૃતિ લાવવાનો છે,ભાવી દીકરીને દીકરા જેટલો જ દુનિયામાં જન્મ લેવાનો અધિકાર છે,આજરોજ તારીખ 12 જાન્યુઆરી 2024 ને વિશ્વ દીકરી દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ દીકરી દિવસની ઉજવણી અંતર્ગત દીકરીઓ માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, કેમ્પમાં ભરૂચના જાણીતા મહિલા ડેન્ટલ સર્જન ડોક્ટર ઝીલ ગાંધીએ સેવા આપી હતી સાથે એમ ડી ફિઝિશયન ડોકટર ભુવનેશ્વરીબા ગોહિલે દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે ભરૂચના જાણીતા સાહિત્યકાર ઉત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક "લક્ષમણ રેખા" દીકરીઓને ભેટ સ્વરૂપ આપવામાં આવ્યું,ત્યારબાદ દીકરીઓએ ગૌ પૂજા કરી હતી,
Comments
Post a Comment