મુન્શીઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઇનામ વિતરણ સમારોહ મુન્શી વિદ્યાધામ, દહેજ રોડ, ભરૂચ માં યોજાયો.

ભરૂચ ક્રિકેટ એસોશિએશન અને મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ - ભરૂચ સંયુત ઉપક્રમે યોજાયલ 

ભરૂચ જિલ્લા મુન્શીઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઇનામ વિતરણ સમારોહ મુન્શી વિદ્યાધામ, દહેજ રોડ, ભરૂચ માં યોજાયો.

તારીખ 11 જાન્યુઆરી 2024 ના બપોરે 3 વાગે ભરૂચ ક્રિકેટ એસોસિએશન તથા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ - ભરૂચ ના હોદ્દેદારો ની હાજરી માં ભરૂચ જિલ્લા મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઇનામ વિતરણ સમારોહ મુન્શી વિદ્યાધામ, દહેજ રોડ, ભરૂચ માં યોજાયો હતો, ભરૂચ જિલ્લા મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 20 ડિસેમ્બર 2023 ના રોજ માનનીય શ્રી દુષ્યંતભાઈ પટેલ ના વરદ હસ્તે ઉદ્ઘાટન આ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કુલ 18 ભરૂચ જિલ્લા ના વિવિધ સ્કૂલો ની ટીમો એ ભાગ લીધો હતો, મુન્શી ક્રિકેટ ગ્રાઉન્ડ પર દિવસ ની બે મેચો રમાઈ હતી.

આજ રોજ ભરૂચ જિલ્લા મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઇનામ વિતરણ સમારોહ માં દરેક મેચ ના મેન ઓફ ઘી મેચ, સંપૂર્ણ ટુર્નામેન્ટ માં સારો પ્રદશન કરનાર ને મેન ઓફ ઘી સિરીઝ, ફાઇનલ મેચ ના મેન ઓફ ઘી મેચ, ફાઇનલ મેચ ના બેસ્ટ બોલર, ફાઇનલ મેચ ના બેસ્ટ બેટ્સમેન, ટુર્નામેન્ટ  ની  રનર અપ ટ્રોફી અને વિજેતા ટીમ ને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

સમારોહ માં ભરૂચ ક્રિકેટ એસોશિએશન ના પ્રમુખશ્રી માનનીય શ્રી દુષ્યંતભાઈ પટેલ, માનદ મંત્રી શ્રી ઇસ્તિયાકભાઈ પઠાણ, ઇવેન્ટ ચેરમેન શ્રી એમ. એસ. નાયકભાઈ અને ભરૂચ ક્રિકેટ એસોશિએશન ના મેમ્બર તથા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ - ભરૂચ ના ટ્રસ્ટી માનનીય ઇબ્રાહિમ ભાઈ સાલેહ, માનનીય યુનુસ ભાઈ પટેલ , કમિટી સભ્ય માનનીય શ્રી સલીમભાઈ અમદાવાદી, સી. ઈ. ઓ શ્રી સુહેલ ભાઈ દુકાનદાર, સ્ટાફ અને શુભ ચિંતક ઉપસ્થિત રહિયા હતા.

સમારોહ નું સ્વાગત પ્રવચન: મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ - ભરૂચ ના માનનીય યુનુસ ભાઈ પટેલ એ આપી બધા ઉપસ્થિત મેહમાનો નું સ્વાગત કરિયું હતું.

સમારોહ ના અનુરૂપ પ્રવચન ભરૂચ ક્રિકેટ એસોશિએશન ના ઇવેન્ટ ચેરમેન શ્રી એમ. એસ. નાયકભાઈ આપી ભરૂચ જિલ્લા મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ ની માહિતી થી બધા ઉપસ્થિત મેહમાનો ને પેહલા દિવસ થી આજ ના ઇનામ વિતરણ સમારોહ સુધી માહિતી આપી હતી.

સમારોહ આભાર વિધિ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ - ભરૂચ ના કમિટી સભ્ય માનનીય શ્રી સલીમભાઈ અમદાવાદી બધા ઉપસ્થિત મેહમાનો નું, મીડિયા મહાનુભાવો નું અને ટુર્નામેન્ટ સફળ બનાવવા ભાગ લેનાર સ્કૂલો નું અને વ્યવસ્થા કમિટી નું આભાર વ્યકત કરિયું હતું.


સમારોહ નું સંચાલન મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ - ભરૂચ ના શ્રી આસિફભાઈ મન્સૂરી એ કરિયું હતું.


ઇનામ વિતરણ ની માહિતી:

ભરૂચ જિલ્લા મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ - વિજેતા ટીમ: સંસ્કાર ભારતી સ્કૂલ

ભરૂચ જિલ્લા મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ - રનર અપ ટીમ: ક્વીન ઓફ એન્જલ સ્કૂલ

મેન ઓફ ઘી સિરીઝ: ભાર્ગવ દવે - ક્વીન ઓફ એન્જલ સ્કૂલ

ફાઇનલ મેચ ના મેન ઓફ ઘી મેચ: રિયાશ - સંસ્કાર ભારતી સ્કૂલ

ફાઇનલ મેચ ના બેસ્ટ બોલર: વંદન પટેલ સંસ્કાર ભારતી સ્કૂલ

ફાઇનલ મેચ ના બેસ્ટ બેટ્સમેન: પર્વ મિસ્ત્રી સંસ્કાર ભારતી સ્કૂલ

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ