નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું

નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું

ભરૂચ નારાયણબાપુ આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ એક હજાર એકત્રીસ શૈક્ષણિક પ્રોજેકટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 
આ સાથે સાથે નારાયણ વિદ્યાલય ના બાળકો કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા હતા જેમાં ખંભાતા ધ્રુવ, ખંભાતા આર્યન (ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ), યજ પરમાર ( બ્રોન્ઝ મેડલ), ઋત્વી મહેતા અને શ્રેયા મહેતા ( ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ) હાસલ કરેલ હતા.તે તમામ ને નારાયણ વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા...
વિદ્યાર્થીઓ વિષયવસ્તુની સ્પષ્ટ સમજ કેળવે અને પોતાની સમજને સુંદર રીતે ૨જૂ ક૨ી શકે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય, પ્રત્યેક વિદ્યાર્થીને ભાગ લેવાની તક મળે તેમજ સંશોધનાત્મક અને સર્જનાત્મકતા ખીલે તેવા હેતુસર શાળાએ નાવીન્ય સભર કાર્યક્રમનું આયોજન કર્યું, ભરૂચના શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયના વિદ્યાર્થીઓ દ્વારા એક હજાર એકત્રીસ જેટલા પ્રોજેક્ટનું લિંકરોડ પર આવેલ નારાયણબાપુ આશ્રમ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું, ધોરણ ચાર થી અગિયાર, વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો, મોડેલ્સ ,પ્રોજેકટનું પ્રદર્શન યોજાયું.

આ પ્રસંગે રાજય કક્ષાના તજજ્ઞ, બોર્ડ સલાહકાર કિરીટભાઈ જોષી, નિવૃત પ્રચાર્ય કલ્પનાબેન ઉનડકટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ, શાળાના ડાયરેકટર ડોકટર ભગુભાઈ પ્રજાપતિ સહિત એકસો બે જેટલા નિર્ણાયકોએ વિધાર્થીઓની વ્યકિતગત મુલાકાત લઈ તેમના પ્રોજેકટનું મૂલ્યાંકન કરવાની પ્રસંશનીય સેવાઓ બજાવી હતી.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ