પાનોલીના ભરણથી દિણોદ ગામ વચ્ચે પશુઓ ભરેલી પીકઅપ ગાડી રોકી ચાલકને માર મારતા ચાર સામે પોલીસ ફરિયાદ
પાનોલીના ભરણથી દિણોદ ગામ વચ્ચે પશુઓ ભરેલી પીકઅપ ગાડી રોકી ચાલકને માર મારતા ચાર સામે પોલીસ ફરિયાદ
પાનોલીના ભરણથી દિણોદ ગામ વચ્ચે પશુઓ ભરેલ પીકઅપ ગાડીને ફોર વ્હીલ ગાડીથી ટક્કર મારી ગૌરક્ષકોએ પીકઅપ ચાલકને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા
માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના મુલતાની ફળિયામાં રહેતા ગુલામ મહમંદ હાજી મુલતાની ગત તારીખ-2જી જાન્યુઆરીના રોજ સવારે પોતાની ગાડી લઈ દિણોદ ગામ ખાતે ચાલતા કન્સ્ટ્રક્શનના કામ માટે આવી રહ્યા હતા તે દરમિયાન દિણોદ ચોકડી પાસેના પેટ્રોલ પંપ નજીક બે માણસો મળ્યા હતા જેઓએ જણાવ્યુ હતું કે લાલ કલરની ઝેનોન પીકઅપ ગાડી ઝંખવાવ થી આવેલી છે જેમાં ગાયો ભરેલી છે અને ગૌરક્ષકો ચાલકને માર મારે છે.જેવી વાત મળી હતી જે બાદ ગુલામ મહમંદ હાજી મુલતાની પોતાના કન્સ્ટ્રક્શન કામ માટે સાઇટ ઉપર જતાં રહ્યા હતા તે વેળા ઝંખવાવના અલ્તાફભાઇનો ફોન આવ્યો હતો અને તેઓએ અસલમ ગફુર મુલતાનીની ગાડી પકડાયેલ છે અને તેને ઢોર માર માર્યો હોવાનું કહેતા ગુલામ મહમંદ હાજી મુલતાની સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં અલ્તાફભાઈ અને વસીમભાઈ મળ્યા હતા જે ત્રણેયએ ભરણથી દિણોદ ગામ વચ્ચે જતાં લાલ કલરની ઝેનોન પીકઅપ ગાડી માર્ગની બાજુમાં અકસ્માત ગ્રસ્ત મળી આવી હતી અને તેમાં ગાય-વાછરડા ભરેલ હોવાનું સામે આવ્યું હતું.
જે સ્થળે અસલમ મુલતાની બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને 108 સેવાની મદદ વડે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે ઇજાગ્રસ્ત અસલમભાઈની પૂછપરછ કરતાં તેણે ભરણથી દિણોદ ગામ અજાણી ફોર વ્હીલ ગાડીમાં આવેલ નીરવ પટેલ,ભરત ભરવાડ અને નેહા પટેલ સહિત ચાર ઇસમોએ પીકઅપને ટક્કર મારી અકસ્માત સર્જી તેને ધારદાર હથિયાર અને લાકડીના સપાટા વડે માર માર્યો હોવાનું જણાવ્યુ હતું.મારામારી અંગે પાનોલી પોલીસે 307 સહિતની કલમ હેઠળ ચારેય ગૌરક્ષકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.જ્યારે પરિવારજનોએ 15થી વધુ ગૌરક્ષકોએ ત્રણ ગાડીમાં આવી હુમલાની ઘટનાને અંજામ આપ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
રિપોર્ટર ભરૂચ
ભરત મિસ્ત્રી
Comments
Post a Comment