અંકલેશ્વર કોર્ટ ખાતે 2 આરોપી સામે ચેક રિટર્નની ફરિયાદમાં 1 વર્ષની સજા ફટકારી

અંકલેશ્વર કોર્ટ ખાતે 2 આરોપી સામે ચેક રિટર્નની ફરિયાદમાં 1 વર્ષની સજા ફટકારી

અંકલેશ્વર કોર્ટ ખાતે બે આરોપી સામે થયેલા ચેક રિટર્નની અલગ અલગ ત્રણ ફરિયાદમાં 1 વર્ષની સજા ફટકારી હતી. ચેક રિટર્નના બંને ફરિયાદોને ચેકની રકમ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો.

અંકલેશ્વરના ભાવીન બાથીયા પાસેથી જુમ્માસીગ સોનીએ રૂ.4.10 લાખ ધંધા અર્થે લીધા હતા. જેના બદલામાં ફરિયાદીને ચેક આપ્યા હતા. જોકે ચેક મુદ્દતે બેંકમાં જમા કરતા ચેક રીટર્ન થયો હતો. જે અંગે અંકલેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી કમલેશ મોદી દ્વારા કેસ દાખલ કર્યો હતો. જ્યારે વાલિયાના ડેહલી ગામના બીજા કેસમાં કિશોર વાળંદે પણ રૂ.1.95 લાખ અને 1.98 રૂપિયા આપ્યા હતા. જે અંગે તેમણે ચેક આપ્યા હતા. જે ચેક પણ રિટર્ન થયા હતા. જેનો કેસ અંકલેશ્વર કોર્ટમાં દાખલ કર્યો હતો. આ બંને કેસ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.સી.મકવાણાની કોર્ટમાં ચાલી ગયા હતાં.

આ મામલો કોર્ટે ગંભીરતાથી લઈને વકીલ કમલેશ મોદીની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી પ્રથમ કેસમાં જુમ્માસીગ સોનીને એક વર્ષની સજા અને રૂ.3.60 લાખ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. જો એક માસમાં રૂપિયાના ચૂકવે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે બીજા કેસમાં કિશોર વાળંદને પણ એક વર્ષની સજા અને રૂ.1.95 લાખ અને 1.98 લાખ રૂપિયા ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો. જો નિયત એક માસમાં વળતર નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.

રિપોર્ટર અંકલેશ્વર

જ્યોતીનદ્ર ગોસ્વામી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ