14 જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે.

મકરસંક્રાતિના દિવસે ટુ વ્હીલર પર અકસ્માત ન સર્જાય તે માટે લોકો રવિવારે દિવસભર સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે

ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હિલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે14 જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે.

ભરૂચ સિટી બસ સેવા ત્રણ વર્ષ પેહલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. ત્રણ વર્ષથી રક્ષાબન્ધન પર્વે બહેનો માટે અને ગત ઉત્તરાયણે તમામ લોકો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી.

હવે સતત બીજા વર્ષે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ