નારકોટિકસ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચની એસઓજીએ ઝડપી પાડ્યો
નારકોટિકસ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચની એસઓજીએ ઝડપી પાડ્યો
કરજણ પોલીસ મથકના નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરુચ એસ.ઓ.જીએ ભરૂચ જુની આર.ટી.ઓ નંદેલાવ રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો.
વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ અને જિલ્લા વડા મયુર ચાવડાના માર્ગદર્શન આધારે ભરુચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી સહિત સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ ધી નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસના ગુનામાં નાસ્તો ફરતા આરોપીઓને પડી પાડવા આપેલ સૂચનાને આધારે સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, કરજણ પોલીસ મથકના ધી નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસના ગુનામાં સંડોવાયેલ આરોપી ભરૂચ જુની આર.ટી.ઓ નંદેલાવ રોડ ખાતે ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ દહેગામ અને હાલ બુસા સોસાયટીમાં રહેતો મુબારક ઉર્ફે શાહરૂખ દાઉદ મલેકને ઝડપી પાડ્યો હતો.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મિસ્ત્રી
#gujaratniparchhai

Comments
Post a Comment