અંકલેશ્વરના ખરોડ ગામમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
અંકલેશ્વરના ખરોડ ગામમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ઘરડા કેમિકલના સંયુકત ઉપક્રમે મેન્સટુઅલ હાઈજીન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ મહિલાઓ અને કિશોરીઓને આરોગ્ય અને માસિક ધર્મ ઉપર જાણકારી આપવામાં આવે છે.
જેના ભાગરૂપે ખરોડ ગામ ખાતે નિ:શુલ્ક સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. સંસ્થાના ફિલ્ડ ઓફિસર અને આશા વકર્સ દ્વારા ગામમાં ડોર ટુ ડોર સર્વે કરી સ્ત્રી રોગની તકલીફવાળા મહિલોઓને શોધીને નિદાન અને સારવાર પુરી પાડવામાં આવી હતી.ગાયનેકોલોજિસ્ટ ડૉ. પ્રિતી રાજપૂત સહીતના સ્ટાફે સેવાઓ આપી હતી.
Comments
Post a Comment