ભરૂચના પગુથણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રારથના વધામણાં કરવામાં આવ્યા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા: ભરૂચ
ભરૂચના પગુથણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રારથના વધામણાં કરવામાં આવ્યા
ભરૂચના પગુથણ ગામ ખાતે પ્રાંત અધિકારી શ્રી આર જે શાહની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ''મેરી કહાની, મેરી જુબાની'' અન્વયે લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓથી તેમના જીવનમાં આવેલા પરિવર્તનની ગાથા વર્ણવી હતી તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર ઉપસ્થિતોએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ અવસરે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ અધિકારશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ તેમજ ગામ આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
#gujaratniparchhai
Comments
Post a Comment