અંકલેશ્વરના અતુલભાઈ મુલાણીની નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી
વડોદરા ખાતે આયોજિત નરેન્દ્ર મોદી વિચાર મંચ ના શપથવિધિ કાર્યક્રમમાં અંકલેશ્વરના અતુલભાઈ મુલાણીની નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા ના કેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ,શહેર અધ્યક્ષ તથા પ્રદેશના મુખ્ય સક્રિય કાર્યકર્તાઓ અને પદઅધિકારીઓનો શપથવિધિનો કાર્યક્રમ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચેહરભાઇ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ તરીકે મંચસ્થ મહાનુભવોના હસ્તે પુષ્પગુચ્છ સહિત નિમણૂક પત્ર એનાયત કરી અતુલભાઇ મુલાણીની નિમણૂક કરવામાં આવી હતી. અતુલભાઇ મુલાણી હાલ અંકલેશ્વરમાં થી પ્રકાસીત થતા પાક્ષિક ન્યુઝ પેપર ગુજરાતનું ભાવીના તંત્રી સાથે ભરૂચ જીલ્લા પત્રકાર એકતા પરિષદના જીલ્લા પ્રમુખ અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના ટ્રસ્ટી છે.
તો સાથે ભુખ્યા ને ભોજન પિરસવાનું સેવાકીય કાર્યની શરૂઆત પણ વર્ષ 2018 માં મિત્ર સાથે કરી ભુખ્યા ને ભોજન પિરસવાનું ભગિરથ કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ સહિત ૩૩ જિલ્લાના નિમણૂક કરાયેલ પ્રમુખો અને શહેરના પ્રમુખો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર પિયુષ મિસ્ત્રી
#gujaratniparchhai
Comments
Post a Comment